Vadodara : MLA Ketanbhai Inamdar દ્વારા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન
કેતનભાઇ ઇનામદાર દ્વારા દર વર્ષે વિનામૂલ્યે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.
Advertisement
આજે વડોદરા ખાતે ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેતનભાઇના પિતા મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે. કેતનભાઇ ઇનામદાર દ્વારા દર વર્ષે વિનામૂલ્યે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. પોઇચા ખાતે 11માં સમૂહલગ્ન મહોત્સવમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી છે. અલગ-અલગ જિલ્લા તેમ જ રાજ્યોમાંથી આવી વરવધુઓ લગ્નના તાંતણે બંધાશે. દીકરીઓને પાનેતર, પેટી, તિજોરી, પલંગ, પંખા સહિતની ઘર વખરી અપાશે. કેતનભાઇના પરિવાર સાથે સ્વયંસેવકો તેમ જ કાર્યકરો સેવાયજ્ઞમાં જોડાયા છે..... જુઓ અહેવાલ....
Advertisement


