Vadodara : MS યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય, હવે સોશિયોલોજીમાં ભણાવવામાં આવશે ‘મોદીતત્વ’
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સત્ર 2026-27 થી એક ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીના સોશિયોલોજી વિભાગમાં હવે વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાસન પદ્ધતિ એટલે કે 'મોદીત્વ' અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા વિશે ફરજિયાતપણે ભણાવવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક સમરસતાની ભાવના કેળવવાનો છે.
Advertisement
MS University: યુનિવર્સિટીના નવા અભ્યાસક્રમ (Curriculum) મુજબ, ચોથા વર્ષના વિદ્યાર્થીઓ માટે 'સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ' (Sociology of Patriotism) અંતર્ગત મોદી તત્વ, આરએસએસ (RSS) ની સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, અને રાષ્ટ્રવાદ (Nationalism) જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, મહારાજા સયાજીરાવ ગાયકવાડના સામાજિક સુધારા (Social Reforms) અને શિવાજી મહારાજનું પ્રદાન પણ અભ્યાસમાં સામેલ હશે. યુનિવર્સિટીનો દાવો છે કે આનાથી વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ નહીં, પરંતુ પ્રાયોગિક (Practical) અને વૈચારિક સમજ પણ મળશે, જે રાષ્ટ્ર નિર્માણ (Nation Building) માં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયને આવકારીને જણાવ્યું છે કે આનાથી યુવાનોમાં રાષ્ટ્રીયતાની ભાવના જાગૃત થશે. વધુ માહિતી જાણવા માટે આ આર્ટિકલ જુઓ..
Advertisement


