PM Modi Vadodara Visit:વડોદરામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો અદ્ભુત ક્રેઝ, માત્ર એક જ કલાકમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ
PM Modi Vadodara Visit: વડોદરામાં આગામી 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને લઈને લોકમાનસમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમ.એસ. યુનિવર્સિટીના હેડ ક્વાર્ટર પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે ‘નમો ફોર વિકસિત ભારત’ શીર્ષક હેઠળ યોજાનાર આ કાર્યક્રમની ઓનલાઈન ટિકિટો માત્ર એક જ કલાકમાં હાઉસફુલ થઈ ગઈ હતી. 'બુક માય શો' પ્લેટફોર્મ પર માત્ર 60 મિનિટની અંદર જ 6 હજાર જેટલા નાગરિકોએ ઉત્સાહભેર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને પોતાની બેઠક નિશ્ચિત કરી લીધી છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશી અને મ્યુનિસિપલ કમિશનરે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના કાર્યક્રમ માટે જનતામાં અદ્ભુત ક્રેઝ જોવા મળ્યો છે અને માત્ર એક જ કલાકમાં તમામ પાસ બુક થઈ જતાં વડોદરાવાસીઓનો અભૂતપૂર્વ સહયોગ સાબિત થયો છે. જુઓ વીડિયો...

