Vadodara : માંજલપુર વિસ્તારમાં પેવર બ્લોક કાઢ્યા બાદ રોડની પરિસ્થિતિ એવી ને એવી જ
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગૌરવપથ રોડનું કામ અધૂરું રહેતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ પર મોટા ફૂટપાથ બનાવવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી અગાઉ ધારાસભ્ય યોગેશ પટેલે ફૂટપાથ નાના કરવા માટે રજૂઆત કરી હતી.
Advertisement
- વડોદરા માંજલપુર વિસ્તારમાં ગૌરવપથનું કામ અધૂરું રહેતા લોકોમાં રોષ
- ગૌરવપથ રોડ પર મોટા ફૂટપાથને લઈને કરવામાં આવી હતી રજૂઆત
- ધારાસભ્ય યોગેશ પટેલે ફૂટપાથ નાના કરવા માટે રજૂઆત કરી હતી
- રજૂઆતને પગલે દીપ સર્કલ સુધી નાખેલા પેવર બ્લોક કઢાયા
- પેવર બ્લોક કાઢ્યા બાદ રોડની પરિસ્થિતિ એવી ને એવી જ
Vadodara : વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગૌરવપથ રોડનું કામ અધૂરું રહેતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ પર મોટા ફૂટપાથ બનાવવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી અગાઉ ધારાસભ્ય યોગેશ પટેલે ફૂટપાથ નાના કરવા માટે રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે દીપ સર્કલ સુધી નાખેલા પેવર બ્લોક હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે પેવર બ્લોક કાઢ્યા બાદ પણ રસ્તાની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. કાર્ય અધૂરી સ્થિતિમાં રહેવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અને સ્થાનિકો હવે તંત્ર પાસે યોગ્ય કામગીરીની માંગ કરી રહ્યા છે.
Advertisement


