Vadodara : હરણી બોટકાંડમાં શિક્ષકોને વળતર ન ચૂકવવા શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યાનો આક્ષેપ
Vadodara : વડોદરાના હરણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો મોત નિપજ્યા હતા. હાલ મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવા માટેની સુનવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પીડિત પક્ષના સિનિયર વકીલ હિતેષ ગુપ્તા દ્વારા શાળા સંચાલકો વિરૂદ્ધ સનસનીખેજ આરોપ લગાડવામાં આવ્યો છે.
Advertisement
- હરણી બોટકાંડમાં 14 બાળકો સહિત શિક્ષકોનો મોતનો મામલો
- શિક્ષકોને વળતર ન ચૂકવવા શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યાનો આક્ષેપ
- સનરાઈઝ સ્કૂલ સંચાલકોએ ઓછો પગાર બતાવી ખોટી સહીથી બોગસ દસ્તાવેજ બનાવાયા
- પ્રાંત અધિકારી સમક્ષ સુનાવણીમાં શાળાએ રજુ કરેલા શિક્ષકોના દસ્તાવેજો જોયા બાદ ધારાશાસ્ત્રીની દલીલ
- મૃતક બંને શિક્ષિકાની સહી સ્કૂલના વાઉચર અને અન્ય દસ્તાવેજમાં જુદી
- સ્કૂલ સંચાલકો સહિત દસ્તાવેજ બનાવનારની સામે કાર્યવાહી કરવા માંગ
Vadodara : વડોદરાના હરણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો મોત નિપજ્યા હતા. હાલ મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવા માટેની સુનવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પીડિત પક્ષના સિનિયર વકીલ હિતેષ ગુપ્તા દ્વારા શાળા સંચાલકો વિરૂદ્ધ સનસનીખેજ આરોપ લગાડવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, મૃતક શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવાય તે માટે બદઇરાદાપૂર્વક શાળા સંચાલકો દ્વારા બનાવટી સહી સાથેના દસ્તાવેજો રજુ કર્યા છે. આ સાથે જ તેમણે શાળા સંચાલકો તથા તેમને મળતિયા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે.
Advertisement


