Vadodara : રાત્રિના અંધારામાં લીલા ખેરનું કરતા હતા કટીંગ, ગ્રામજનોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો...
Vadodara News: વાઘોડિયાના વલવા ગામની સીમમાં રાત્રિના અંધારામાં લીલા ખેરના વૃક્ષોનું કટીંગ કરી રહેલી ચોરોની ટોળકીને સ્થાનિક ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડી હતી. વલવા ગામના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ખેરના લાકડા કાપી રહ્યા હતા, જેની જાણ થતાં જ જાગૃત ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
Advertisement
Vadodara News: વાઘોડિયાના વલવા ગામની સીમમાં રાત્રિના અંધારામાં લીલા ખેરના વૃક્ષોનું કટીંગ કરી રહેલી ચોરોની ટોળકીને સ્થાનિક ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડી હતી. વલવા ગામના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ખેરના લાકડા કાપી રહ્યા હતા, જેની જાણ થતાં જ જાગૃત ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોએ આ સાહસિક કામગીરી કરી બે લાકડા ચોરોને દબોચી લીધા હતા અને તેમને યોગ્ય 'મેથીપાક' ચખાડ્યો હતો. જોકે, અંધારાનો લાભ લઈને ટોળકીના અન્ય બે સભ્યો ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.ગ્રામજનોએ ઝડપાયેલા બંને શખ્સોને પોલીસને હવાલે કર્યા હતા. વાઘોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


