Vadodara : કાળઝાળ ગરમી વચ્ચે વિશ્વામિત્રીમાં પાણી લીકેજ
Vadodara : વડોદરા કોર્પોરેશન દ્વારા 45 વર્ષ પહેલા સયાજીબાગ પાણીની ટાંકીથી નવીધરતી તરફ 60 ડાયામીટર પાણીની લાઇન નાખી હતી. જે લાઇન વર્ષો બાદ છેલ્લા 20 દિવસથી લીકેજ થઈ છે. જેના કારણે પીવાના પાણીનો વિશ્વામિત્રી નદીમાં વેડફાટ થઈ રહ્યો છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને પાણીની લાઇન લીકેજ થવાની જાણ છે, છતાં તેવો સમારકામ નથી કરી શકતા. જે જગ્યાએ પાણીની લાઇન લીકેજ થઈ છે. ત્યાં 10 થી વધુ મગરો વસવાટ કરે છે. કોર્પોરેશનના અધિકારી કર્મચારી પાણી લાઈન રિપેર કરવા નદીમાં ઉતરે છે તેવામાં મગરોનું ઝુંડ આવી પહોંચે છે. જેના કારણે તેમને કામગીરી કર્યા વગર પરત ફરવું પડે છે. પાણીની લાઈન લીકેજ થતા નાગરવાડા નવીધરતી વિસ્તારમાં પાણીની સમસ્યા પણ ઉભી થઈ છે. કોર્પોરેશનના એન્જિનિયર દ્વારા પીવાના પાણીની લાઈન વિશ્વામિત્રી નદીમાં નાખતા નાગરિકો આને અધિકારીના બુદ્ધિનું પ્રદર્શન કહી રહ્યા છે.