Vansda Murder Mystery : Navsari ના વાંસદામાં હત્યાનો ઉકેલાયો ભેદ!
નવસારીના વાંસદામાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. વિધિ કરવા ગયેલા ભગતની હત્યા થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
વાંસદા તાલુકાના વાઘબારી ગામના ઝીણાભાઈ મંગળભાઈ પટેલની લાશ તેમની બાજુમાં આવેલ વાંદરવેલા ગામે પાવડી ફળિયામાં આવેલ નદીની બાજુના કોતરમાંથી મળી આવી હતી. જેમાં અજાણ્યા ઇસમે અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી હુમલો કરી મોઢા ઉપર કોઈક જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવવાનો પ્રયત્ન કરેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જે ઘટનાની ગંભીરતા જોતા ચીખલી વિભાગના ડીવાયએસપી સહિત ના નવસારી એલસીબી અને વાંસદા પોલીસની ટીમે બનાવની આજુબાજુના સીસીટીવી તેમજ ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી મરણ જનાર ઝીણાભાઈ મંગળભાઈ પટેલની હત્યા તેના જ ગામ વાઘાબારી ખાતે રહેતા ધીરુભાઇ મીઠ્ઠલભાઇ પટેલ એ કરેલ હોવાનું જણાતા તેની ધરપકડ કરી હતી.
Advertisement