Valsad rain: વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
વલસાડ જિલ્લાના વાપીમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં 4 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વાપી જળમગ્ન બન્યું છે.
Advertisement
Valsad rain: વલસાડ જિલ્લાના વાપીમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. વરસાદના પાણીનો નિકાલ ન થતા ગુંજન વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અહીં રહેણાંક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનોમાં માલસામાન પલળી જવાથી વેપારીઓને મોટું નુકસાન થયું છે, જ્યારે ઘરમાં પાણી ભરાતા ગૃહિણીઓ અને બાળકોની હાલત કફોડી બની છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પર અસર પડી છે.

