વાપીના પ્રોફેસર ભૂષણ સરોદે KBC માં જીત્યા રૂપિયા 25 લાખ, કહ્યું - ખૂબ પ્રયત્ન બાદ થયા સફળ
- મન હોય તો માળવે જવાય અને મહેનતનું ફળ હંમેશા મળે
- કહેવતને સાર્થક કરી બતાવી છે વાપીના પ્રોફેસર ભૂષણ સરોદે
- કૌન બનેગા કરોડપતિની હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો
- હોટ સીટ પર બેસીને વિવિધ પ્રશ્નોના જવાબો આપ્યા હતા
- સદીના મહાનાયક સામે બેસવું એ ખૂબ જ ગર્વની વાત:ભુષણ સરોદો
- KBCમાં જવા માટે ભુષણ સરોદે ઘણી તૈયારી કરી હતી
- ભુષણ સરોદે KBCમાં ત્રીજા પ્રયત્નમાં સફળ થયા હતા
Vapi's Professor Bhushan Sharod won Rs 25 lakh in KBC : મન હોય તો માળવે જવાય અને મહેનતનું ફળ હંમેશા મળે છે. આવી જ કહેવતને સાર્થક કરી બતાવી છે વાપીના પ્રોફેસર ભૂષણ સરોદે. તેઓએ 4 વખત કોન બનેગા કરોડપતિ (KBC) માટે પ્રયત્ન કર્યા બાદ આ વખતે તેમને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો.
આ તક મળ્યા બાદ તેમણે હોટ સીટ ઉપર વિવિધ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેમની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સદીના મહાનાયક સામે બેસવું એ ખૂબ જ ગર્વની વાત છે, ખૂબ જ સહજતાથી અમિતાભ બચ્ચન દ્વારા તેમને પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા તમામ પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવ્યા હતા, KBC માં જવા માટે તેમના દ્વારા ઘણી જ તૈયારીઓ કરવામાં આવી હતી બે વાર તેઓ આમાં સફળ થયા ન હતા ત્રીજી વાર તેમના પ્રયત્નોમાં તેઓ સફળ રહ્યા હતા.
જણાવી દઇએ કે, વાપીના પ્રોફેસર ભૂષણ સરોદની આખરે આટલા વર્ષોની મહેનત રંગ લાવી અને તેમણે KBC માં પ્રશ્નોના જવાબ આપતા રૂપિયા 25 લાખ જીતી લીધા છે.
આ પણ વાંચો : KBC first crorepati : KBC 2025ને મળ્યો પહેલો કરોડપતિ, રૂ.7 કરોડ જીતશે?