Vekariya Rann horse race champion: રણમાં 250 ઘોડા દોડ્યા! વેકરિયામાં અશ્વદોડનો રોમાંચ
કચ્છ અશ્વ પાલક ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ નસલના કુલ 250 ઘોડા એ ભાગ લીધો હતો.
Advertisement
કચ્છના વેકરિયા રણમાં રાષ્ટ્રીય સ્તરની ઐતિહાસિક અશ્વદોડ સ્પર્ધા ભવ્ય રીતે યોજાઈ. કચ્છ અશ્વ પાલક ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ નસલના કુલ 250 ઘોડા એ ભાગ લીધો હતો. રણના વિશાળ મેદાનમાં ગુંજતી ઘોડાની ઝડપ અને સવારોની કુશળતાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. મુખ્ય આકર્ષણ રહેલી મોટી રેવાલ ચાલ સ્પર્ધામાં કચ્છની માનીતિ ઘોડી 'ઝમકું' એ પ્રથમ સ્થાન હાંસલ કરીને મેદાન માર્યું. આ સ્પર્ધામાં કુલ 6 પ્રકારની દોડ યોજાઈ હતી. મોટી રેવાલ , નાની રેવાલ , બે દાંત વછેરા , ચાર દાંત વછેરા , રાઉન્ડ રેસ અને ગોલ્ફ દોડ યોજાઈ હતી... જુઓ અહેવાલ....
Advertisement


