ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કપિલ શર્મા પર દિગ્ગજ ડાયરેક્ટરે લગાવ્યો આરોપ, કોમેડિયન પર લોકો ભડક્યા

કપિલ શર્માને તો તમે ઓળખતા જ હતો. કોમેડી કિંગ એટલે કપિલ શર્મા. તેનો શો ધ કપિલ શર્મા શો ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતો છે. પરંતુ તેનો વિવાદોની સાથે પણ ઘેરાયેલો રહે છે. અવાર નવાર તેના શોનો વિરોધ થયો છે. ત્યારે ફરી એક વખત તે વિવાદમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'નો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. કારણ એ છે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રà
04:13 PM Mar 08, 2022 IST | Vipul Pandya
કપિલ શર્માને તો તમે ઓળખતા જ હતો. કોમેડી કિંગ એટલે કપિલ શર્મા. તેનો શો ધ કપિલ શર્મા શો ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતો છે. પરંતુ તેનો વિવાદોની સાથે પણ ઘેરાયેલો રહે છે. અવાર નવાર તેના શોનો વિરોધ થયો છે. ત્યારે ફરી એક વખત તે વિવાદમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'નો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. કારણ એ છે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રà

કપિલ શર્માને તો તમે ઓળખતા જ હતો.
કોમેડી કિંગ એટલે કપિલ શર્મા. તેનો શો ધ કપિલ શર્મા શો ભારતમાં જ નહીં પરંતુ
વિશ્વભરમાં જાણીતો છે. પરંતુ તેનો વિવાદોની સાથે પણ ઘેરાયેલો રહે છે. અવાર નવાર
તેના શોનો વિરોધ થયો છે. ત્યારે ફરી એક વખત તે વિવાદમાં સપડાયો છે.
સોશિયલ મીડિયા પર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'નો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. કારણ એ છે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક
અગ્નિહોત્રીએ તાજેતરમાં કપિલ પર આરોપ લગાવ્યો હતો કે તેણે પોતાની ફિલ્મની ટીમને
પ્રમોટ કરવાનો અને તેના શોમાં આમંત્રિત કરવાનો ઇનકાર કર્યો હતો. આ સમાચાર મળતા જ
ચાહકો કપિલ શર્માથી નારાજ છે. જેના પગલે સોશિયલ મીડિયા પર તેનો વિરોધ કરવામાં આવી
રહ્યો છે. લોકો અપીલ કરી રહ્યા છે કે
'કપિલનો શો જોવાનું બંધ કરો.'

વિવેક અગ્નિહોત્રીએ પોતે ખુલાસો કર્યો હતો

વિવેક અગ્નિહોત્રીએ પોતે આ વિશે જણાવ્યું હતું કે તેમને કપિલ
શર્માના શો તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. આ વાતનો ખુલાસો વિવેકે ત્યારે
કર્યો જ્યારે એક યુઝરે તેને કપિલના શોમાં તેની ફિલ્મનું પ્રમોશન કરવાનું સૂચન
કર્યું. આના પર વિવેક અગ્નિહોત્રીએ યુઝરને જવાબમાં કહ્યું હતું કે
'કોમેડિયને ફિલ્મની
ટીમને આમંત્રિત કરવાની મનાઈ કરી દીધી છે રણ કે ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર્સ નથી. તમને
જણાવી દઈએ કે
, તાશ્કંદ ફાઇલ્સ પછી
હવે વિવેક અગ્નિહોત્રી
'ધ કાશ્મીર ફાઇલ્સ' લઈને આવ્યા છે. આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન દર્શકો
ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તમામ વીડિયો
શેર કર્યા હતા
, જેમાં દર્શકોની આંખો
ભીની થઈ ગઈ હતી.

Tags :
BycotTKSSDirectorGujaratFirstKapilSharmathekapilsharmashowTKSSVivekAgnihootri
Next Article