શ્વાનને આવ્યો ગુસ્સો, કહ્યું – “Don’t Disturb Me”, વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો
પ્રાણીઓના વિડીયો ઇન્ટરનેટ
વપરાશકર્તાઓને ખૂબ હસાવે છે. ખાસ કરીને શ્વાનના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ
ઝડપથી વાયરલ થઈ જાય છે, કારણ કે શ્વાન અને માણસનું બોન્ડિંગ ખૂબ જ મજબૂત હોય છે, પરંતુ આ વિડીયો
કંઈક અલગ જ છે. આ વિડીયોમાં જ્યારે શ્વાનને તેના ઘરની બહાર બોલાવવામાં આવે છે
ત્યારે તે તેના માલિક પર ખૂબ ગુસ્સે થઈ જાય છે. ટ્વિટર પર શેર કરાયેલા આ વિડીયોમાં એક
વ્યક્તિ પોતાના નાના ઘરની અંદર છે. ત્યારે જ તેનો માલિક આકાર દરવાજો ખોલે છે જેથી
હવે તે બહાર આવે છે, પરંતુ શ્વાન બિલકુલ બહાર આવવાના મૂડમાં રહેતો નથી, જેના કારણે આ શ્વાન જોર જોરથી ભસવા લાગે છે. થોડીવાર ભસ્યા પછી, આ શ્વાન તેના ઘરનો દરવાજો બંધ કરી દે
છે, જાણે કે "મને ડિસ્ટર્બ ન કરો"
આ વિડીયો થોડા સમય પહેલા એટલે કે 14મી જુલાઈના રોજ ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં જ તેને 15 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો ટ્વિટર પેજ Buitengebieden દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો પર યુઝર્સની ફની કોમેન્ટ્સ પણ આવી છે.
એક યુઝરે લખ્યું, "મારી નિદ્રા બગાડો નહીંં". અન્ય એક યુઝરે પોતાની સરખામણી આ શ્વાન સાથે કરી
હતી અને લખ્યું હતું કે, ‘કોઈ અણધારી રીતે મુલાકાત લે ત્યારે આ હું છું.-


