ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગીરગઢડાથી પસાર થતી સિંહણનો સૂર્ય સ્નાન કરવા જતો વિડીયો વાયરલ, એસટી બસના પૈડા થંભી ગયા

જો તમે ગીર ફરવા જાઓ છો અને તમને સિંહ-સિંહણ જોવા મળી જાય તો તમારી પ્રતિક્રિયા શું હશે? કઇંક આવી જ પ્રતિક્રિયા એસટી બસના પ્રવાસીઓની જોવા મળી હતી. જણાવી દઇએ કે, ગીરગઢડાના તુલસી શ્યામ ગીરમાંથી પસાર થઇ ઉના રાજકોટ એસટી બસના પૈડા સિંહણે થંભાવી દીધા હતા. આ નજારો બસમાં મુસાફરી કરી રહેલા તમામ પ્રવાસીઓએ જોયો. જે બાદ તેમા પ્રવાસ કરતા એક પ્રવાસીએ સવાલ કર્યો કે, સિંહણ છે? જવાબ મળ્યો હા તે સિંહણ જ à
10:17 AM Mar 01, 2022 IST | Vipul Pandya
જો તમે ગીર ફરવા જાઓ છો અને તમને સિંહ-સિંહણ જોવા મળી જાય તો તમારી પ્રતિક્રિયા શું હશે? કઇંક આવી જ પ્રતિક્રિયા એસટી બસના પ્રવાસીઓની જોવા મળી હતી. જણાવી દઇએ કે, ગીરગઢડાના તુલસી શ્યામ ગીરમાંથી પસાર થઇ ઉના રાજકોટ એસટી બસના પૈડા સિંહણે થંભાવી દીધા હતા. આ નજારો બસમાં મુસાફરી કરી રહેલા તમામ પ્રવાસીઓએ જોયો. જે બાદ તેમા પ્રવાસ કરતા એક પ્રવાસીએ સવાલ કર્યો કે, સિંહણ છે? જવાબ મળ્યો હા તે સિંહણ જ à
જો તમે ગીર ફરવા જાઓ છો અને તમને સિંહ-સિંહણ જોવા મળી જાય તો તમારી પ્રતિક્રિયા શું હશે? કઇંક આવી જ પ્રતિક્રિયા એસટી બસના પ્રવાસીઓની જોવા મળી હતી. જણાવી દઇએ કે, ગીરગઢડાના તુલસી શ્યામ ગીરમાંથી પસાર થઇ ઉના રાજકોટ એસટી બસના પૈડા સિંહણે થંભાવી દીધા હતા. 
આ નજારો બસમાં મુસાફરી કરી રહેલા તમામ પ્રવાસીઓએ જોયો. જે બાદ તેમા પ્રવાસ કરતા એક પ્રવાસીએ સવાલ કર્યો કે, સિંહણ છે? જવાબ મળ્યો હા તે સિંહણ જ છે. આ પહેલીવાર નથી કે, રસ્તા પરથી નીકળતી કોઇ બસને આ રીતે સિંહ કે સિંહણના કારણે ઉભુ રહી જવું પડ્યું હોય. વહેલી સવારે સિંહણ સૂર્ય સ્નાન કરવા આવી ચડી હતી જે બાદ ઉના રાજકોટ બસને 5થી 10 મીનિટ સુધી બસ રોકી રાખવી પડી હતી. આ દરમિયાન બસમાં બેઠેલા કોઇ મુસાફરે તેનો વિડીયો બનાવ્યો હતો. જે હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 
કહેવાય છે કે, ગીર છે તો સિંહ છે અને સિંહ છે તો ગીર છે. આ પંકિત તમે ક્યારેક તો સાંભળી જ હશે. ગીરમાં લોકો ખાસ કરીને સિંહ-સિંહણનો જોવા માટે જતા હોય છે પરંતુ ઘણીવાર એવું બની જાય છે કે, ગમે તેટલું રોકાઇએ પણ સિંહ કે સિંહણ જોવા મળતા નથી. 
Tags :
GirGadhadaGirSomnathGujaratGujaratFirstLionSTbusVideoViral
Next Article