ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અંધારાનો લાભ લઇ ગાયનો શિકાર કરવા દોડતા સિંહનો વિડીયો વાયરલ

અમરેલીમાં સિંહનું દેખાવું જાણે હવે સામાન્ય થઇ ગયું છે. અવાર-નવાર અમરેલીના અનેકો વિસ્તારમાં સિંહ જોવા મળતા હવે સ્થાનિકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમરેલીના ધારીમાંથી એક વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં સિંહ ગાયનો શિકાર કરવા રસ્તે દોડતા જોવા મળી રહ્યા છે. અમરેલીમાં હવે રસ્તા પર સિંહનું દેખાવું સામાન્ય બનતું જઇ રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તા પર સિંહ જા
08:53 AM Apr 27, 2022 IST | Vipul Pandya
અમરેલીમાં સિંહનું દેખાવું જાણે હવે સામાન્ય થઇ ગયું છે. અવાર-નવાર અમરેલીના અનેકો વિસ્તારમાં સિંહ જોવા મળતા હવે સ્થાનિકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમરેલીના ધારીમાંથી એક વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં સિંહ ગાયનો શિકાર કરવા રસ્તે દોડતા જોવા મળી રહ્યા છે. અમરેલીમાં હવે રસ્તા પર સિંહનું દેખાવું સામાન્ય બનતું જઇ રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તા પર સિંહ જા
અમરેલીમાં સિંહનું દેખાવું જાણે હવે સામાન્ય થઇ ગયું છે. અવાર-નવાર અમરેલીના અનેકો વિસ્તારમાં સિંહ જોવા મળતા હવે સ્થાનિકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમરેલીના ધારીમાંથી એક વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં સિંહ ગાયનો શિકાર કરવા રસ્તે દોડતા જોવા મળી રહ્યા છે. 
અમરેલીમાં હવે રસ્તા પર સિંહનું દેખાવું સામાન્ય બનતું જઇ રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તા પર સિંહ જાણે જંગલમાં લટાર મારવા નીકળ્યા હોય તેમ નીકળે છે. અને જો તે સમયે કોઇ પાલતું પ્રાણી મળે તે તેનો શિકાર કરવાનો પણ પ્રયત્ન કરે છે. આવું જ કઇંક તાજેતરમાં જોવા મળ્યું છે. અમરેલીના ધારીમાં બે સિંહ આવી જ રીતે રસ્તા પર લટાર મારતા જોવા મળી રહ્યા છે. જોઇને એવું લાગી રહ્યું છે કે તે શિકારની શોધમાં અહીં આવ્યા છે. વિડીયોમાં જોવા મળે છે કે, આ બે સિંહ રાત્રિના અંધારામાં ગાયનો શિકાર કરવા આમથી તેમ દોડી રહ્યા છે. આ વિડીયોમાં તમને શેરીના કૂતરાઓ પણ જોવા મળી રહ્યા છે કે જે આ સિંહને જોઇ ડરી ગયા હોય તેમ પૂંછડી વાંકી કરી દોડી રહ્યા છે. 
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના ધારી ઉપરાંત રાજુલા, ખાંભા, છતડીયા, હિંડોરણા સુધી સિંહ પહોંચવા લાગ્યા છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ત્યારે ગામ લોકો ઈચ્છી રહ્યા છે કે, વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી સિંહને રહેણાંક વિસ્તારથી દૂર રાખવામા આવે.
Tags :
AmrelicowDhariGujaratFirstHunterLion
Next Article