ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નાના બાળકનો અકસ્માતનો Video તમારા રૂંવાટા કરી દેશે ઉભા

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે જાકો રાખે સાઇયા, માર શકે ન કોઇ. કઇંક આવો જ એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે. જેમા એક બાળક બે વખત મોતને માત આપતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ઝડપભેર સાઈકલ ચલાવી રહેલા છોકરાને પહેલા મોટરસાઈકલ સાથે ટક્કર થઇ હતી અને એક સેકન્ડમાં તેની સાઈકલ બસે કચડી નાખી હતી, પરંતુ તે ચમત્કારિક રીતે બચી ગયો હતો. આ ઘટના કેરળના કન્નુરમાં તાલીપરંબા નજી
05:38 AM Mar 25, 2022 IST | Vipul Pandya
તમે આ કહેવત તો સાંભળી જ હશે કે જાકો રાખે સાઇયા, માર શકે ન કોઇ. કઇંક આવો જ એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે. જેમા એક બાળક બે વખત મોતને માત આપતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ઝડપભેર સાઈકલ ચલાવી રહેલા છોકરાને પહેલા મોટરસાઈકલ સાથે ટક્કર થઇ હતી અને એક સેકન્ડમાં તેની સાઈકલ બસે કચડી નાખી હતી, પરંતુ તે ચમત્કારિક રીતે બચી ગયો હતો. આ ઘટના કેરળના કન્નુરમાં તાલીપરંબા નજી
તમે આ કહેવત તો સાંભળી જ હશે કે જાકો રાખે સાઇયા, માર શકે ન કોઇ. કઇંક આવો જ એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે. જેમા એક બાળક બે વખત મોતને માત આપતો જોવા મળી રહ્યો છે. 
વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ઝડપભેર સાઈકલ ચલાવી રહેલા છોકરાને પહેલા મોટરસાઈકલ સાથે ટક્કર થઇ હતી અને એક સેકન્ડમાં તેની સાઈકલ બસે કચડી નાખી હતી, પરંતુ તે ચમત્કારિક રીતે બચી ગયો હતો. આ ઘટના કેરળના કન્નુરમાં તાલીપરંબા નજીક ચોરુકલા ખાતે 20 માર્ચ, રવિવારે સાંજે બની હતી. જો વિડીયો સામે આવ્યો ન હોત તો કોઈએ આ ઘટના પર વિશ્વાસ ન કર્યો હોત. ઘટના થોડીક સેકન્ડોમાં બની ગઇ, પરંતુ આ વિડીયો CCTVમાં કેદ થઈ ગયો, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિડીયોની શરૂઆત એક 9 વર્ષના છોકરાથી થાય છે જે તેની સાઇકલ પર રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. છોકરો ક્યાંકથી ઝડપભેર આવી રહ્યો હતો ત્યારે તેની સાયકલ સીધી રોડ પર જઈ રહેલી મોટરસાઈકલ સાથે અથડાઈ હતી. ત્યારબાદ છોકરાને હવામાં ઉછળતો અને રસ્તાની બીજી બાજુ ફેંકાતો જોઈ શકાય છે. સદનસીબે, તે કેરળ રાજ્યની બસથી સુરક્ષિત અંતરે પડ્યો હતો, જે તેની સાયકલ પર એક સેકન્ડ પછી ચાલી ગઇ હતી. જ્યારે તે રસ્તાની બીજી સાઇડથી ઊભો થયો, ત્યારે તે જે બન્યું તે પચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
Tags :
AccidentbikebuschildcycleGujaratFirstVideoViralVideo
Next Article