ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિંહોના ટોળાએ જિરાફ પર કર્યો હુમલો, જિરાફે લાતો મારીને હવામાં ઉછાળ્યા, જુઓ વિડીયો

સિંહ એટલે જંગલનો રાજા. જેનાથી તમામ પ્રાણીઓ ડરતા હોય છે. સિંહની એક ત્રાડ સાંભળતા પ્રાણીઓ આમથી તેમ દોડવા લાગે છે. સામાન્ય રીતે સિંહ એક તરાપમાં જ શિકારને દબોચી લેતો હોય છે. જો કે ઘણી વખત પાંચ સિંહો મળીને પણ એક પ્રાણીનો શિકાર નથી કરી શકતા. તમને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ સોશિયલ મીડિયા પર આ પ્રકારનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં લગભગ પાંચેક સિંહોનું એક ટોળું મળીને પણ એક જિરાફનો શિકાર નથ
06:41 PM Apr 29, 2022 IST | Vipul Pandya
સિંહ એટલે જંગલનો રાજા. જેનાથી તમામ પ્રાણીઓ ડરતા હોય છે. સિંહની એક ત્રાડ સાંભળતા પ્રાણીઓ આમથી તેમ દોડવા લાગે છે. સામાન્ય રીતે સિંહ એક તરાપમાં જ શિકારને દબોચી લેતો હોય છે. જો કે ઘણી વખત પાંચ સિંહો મળીને પણ એક પ્રાણીનો શિકાર નથી કરી શકતા. તમને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ સોશિયલ મીડિયા પર આ પ્રકારનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં લગભગ પાંચેક સિંહોનું એક ટોળું મળીને પણ એક જિરાફનો શિકાર નથ
સિંહ એટલે જંગલનો રાજા. જેનાથી તમામ પ્રાણીઓ ડરતા હોય છે. સિંહની એક ત્રાડ સાંભળતા પ્રાણીઓ આમથી તેમ દોડવા લાગે છે. સામાન્ય રીતે સિંહ એક તરાપમાં જ શિકારને દબોચી લેતો હોય છે. જો કે ઘણી વખત પાંચ સિંહો મળીને પણ એક પ્રાણીનો શિકાર નથી કરી શકતા. તમને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ સોશિયલ મીડિયા પર આ પ્રકારનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં લગભગ પાંચેક સિંહોનું એક ટોળું મળીને પણ એક જિરાફનો શિકાર નથી કરી શકતું. ઉલટાનો જિરાફનમો માર ખાય છે. 
વિડીયોમાં જોઇ શકાય છે કે સિંહોનું એક ટોળું જિરાફને એકલું અને નબળું માનીને તેના પર હુમલો કરે છે. એક પછી એક સિંહ જિરાફ પર પાછળથી હુમલો કરે છે, પરંતુ જિરાફે સિંહોને એવો મેથીપાક આપ્યો કે સિંહો ફરી વખત જિરાફ પર હુમલો કરવાનું વિચારશે જ નહીં. વિડીયોમાં જોઇ શકાય છે કે એકસાથે આટલા સિંહોના હુમલા છતા જિરાફ જરા પણ ડરતું નથી. ઉલટાનું તે તમામ સિંહોને લાત મારીને ભગાવે છે. 

આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર  wildlife_stories નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને સાથે જ કેપ્સનમાં લખ્યું છે કે ‘શક્તિશાળી જિરાફ.’ જેમાં જોઇ શકાય છે કે કેવી રીત પોતાના પર હુમલો કરતા સિંહને જિરાફ લાતો મારીને હવામાં ઉછાળે છે. સામાન્ય રીતે સિંહ હરણ, ભેંસ કે અન્ય નાના પ્રાણીઓ પર હુમલો કરીને શિકાર કરે છે. તેવામાં જિરાફ જેવા પ્રાણી પર હુમલો કરવાની આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે.
સિંહ સામાન્ય રીતે દરેક પ્રાણીને ડોકમાંથી પકડીને શિકાર કરે છે. જ્યારે અહીં તો જિરાફની ડોક સિંહની પકડથી દૂર છે, જેથી તે પાછળથી તેના પર ચડવાનો પ્રયાસ કરે છે. જો કે આ પ્રયત્નમાં સિંહ સફળ થતા નથી અને તેમને લાત ખાવાનો વારો આવે છે.
Tags :
giraffeattackonlionGujaratFirstlionandgiraffefightVideolionsattackongiraffeViralVideo
Next Article