Viksit Bharat Sankalp Sabha : PM મોદીના સુશાસનના 25 વર્ષ, વાવ-થરાદમાં ગુંજ્યો વિકસિત ભારતનો સંકલ્પ; જાણો કાર્યક્રમની ખાસિયત
Viksit Bharat Sankalp Sabha : વાવ-થરાદ જિલ્લામાં PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર, DDO, જિલ્લા પોલીસ વડા, ભાજપના આગેવાનો અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી વચ્ચે વિકસિત ભારત અને જનભાગીદારીના સંકલ્પ પર ભાર મૂકાયો.
Advertisement
Viksit Bharat Sankalp Sabha : વાવ-થરાદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, DDO, જિલ્લા પોલીસ વડા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

