Gondal: ગોંડલના ચોરડી ગામે વિજપોલ નાખતા ગામ લોકોનો વિરોધ
ગોંડલના ચોરડી ગામે વિજપોલ નાખતા ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા જેટકો કંપની દ્વારા ચાલતી કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Advertisement
ગોંડલના ચોરડી ગામે વિજપોલ નાખતા ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા જેટકો કંપની દ્વારા ચાલતી કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનો અને માલધારીઓ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરી માલઢોરના ગળામાં બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. રામધૂન બોલાવીને અલગ અંદાજમાં વિરોધ પ્રદર્શન ગ્રામજનો દ્વારા જોવા મળ્યું છે. પંચાયતની મંજૂરી વગર કામગીરી કરવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. આ મામલે આગામી 20 તારીખે કલેક્ટર કચેરી સુનાવણી હાથ ધરાશે. સુનાવણી પહેલા કામગીરી કરતા હોવાનો આરોપ પણ થયો છે.........જુઓ અહેવાલ.........

