Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ઉપર ગ્રામજનોનો હોબાળો મચાવ્યો

ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે સતત છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં રહી છે ત્યારે થામ અને મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામની સીમા ખેડૂતના બે ખેતરોમાં ડમ્પિંગ સાઇડ ઊભી કરી દેતા દુર્ગંધને કારણે તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પુકારી ઊઠેલા અને ગામમાં ઝાડા ઉલટીનો વાવર ફાટી નીકળતા ગ્રામજનો વિફર્યા હતા અને ડમ્પીંગ સાઈડ પર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનો રોકી પરત કર્યા હ
ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ  ઉપર ગ્રામજનોનો હોબાળો મચાવ્યો
Advertisement
ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે સતત છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં રહી છે ત્યારે થામ અને મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામની સીમા ખેડૂતના બે ખેતરોમાં ડમ્પિંગ સાઇડ ઊભી કરી દેતા દુર્ગંધને કારણે તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પુકારી ઊઠેલા અને ગામમાં ઝાડા ઉલટીનો વાવર ફાટી નીકળતા ગ્રામજનો વિફર્યા હતા અને ડમ્પીંગ સાઈડ પર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનો રોકી પરત કર્યા હતા.
ભરૂચ શહેરમાંથી નીકળતો હજારો ટન કચરાનો નિકાલ કરવા માટે ભરૂચ નગરપાલિકાએ વાગરાના સાલખા ગામે જમીન ખરીદી કરી છે.પરંતુ હજુ પ્લાન્ટ કાર્યરત નથી જેના કારણે ડમ્પીંગ સાઈટને લઈ ભરૂચ નગરપાલિકા છેલ્લા એક વર્ષથી સતત વિવાદમાં રહી છે ત્યારે ભરૂચ નગરપાલિકાએ મનુબર અને થામ ગામની વચ્ચે કંથારીયા ગામની સીમમાં ખેડૂતના બે ખેતર લઇ ડમ્પિંગ સાઈડ ઉભી કરી દીધી હતી. ડમ્પીંગ સાઈડની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી આજુબાજુના ગામમાં ઝાડા ઉલટીનો વાવલ ફાટી નીકળતા ગ્રામજનો વિફર્યા હતા અને ગેરકાયદેસર ખેડૂતના ખેતરમાં ચાલતી ડમ્પિંગ સાઇડ ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો. ડમ્પીંગ સાઈડ બંધ કરાવી મશીનરીને બહાર કરાવી હતી ડમ્પીંગ સાઈડનો રસ્તો પણ જેસીબી દ્વારા ટોળાવી અંદર કોઈ વાહનો પસાર ન થઈ શકે તેમ કરાવ્યું હતું જેના કારણે નગરપાલિકા ફરી એકવાર ડમ્પિંગ સાઈડ વિવાદમાં ઘેરાઈ ગઈ છે.
ખેડૂતે પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઈટ ભરૂચ નગરપાલિકાને આપી અને વધુ રૂપિયા કમાવવા માટે ભાડેથી જગ્યા આપી હોવાના કારણે ડમ્પીંગ સાઈટના પ્રદૂષિત પાણી અને વરસાદી પાણી પ્રદૂષિત પાણીમાંથી ભરવાના કારણે આજુબાજુના ખેતરોમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ભુગર્ભ જળને પણ નુકસાન થવા સાથે ખેડૂતોના ખેતીને પણ મોટું નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગેરકાયદેસર ડમ્પીંગ સાઈડ બંધ કરાવી હતી.
ભરૂચ નગરપાલિકાએ મનુબર અને થાન ગામની વચ્ચે આવેલા કંથારીયા ગામની સીમમાં ખેડૂતના બે ખેતર રાખી ડમ્પિંગ સાઈડ ઉભી કરી દીધી હતી જોકે આ બાબતે જીપીસીબી પણ શંકાના દિયરામાં આવી રહી છે ભરૂચ નગરપાલિકાએ જીપીસીબી ની મંજૂરી લીધી છે ખરી..? અને રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ સાઇડ ઊભી કરાઈ ખરી..? હાલ તો આજુબાજુના ગામમાં ઝાડા ઉલટીના વાવરો ફાટી નીકળવાના કારણે ગ્રામજનો ગેરકાયદેસર ડમ્પીંગ સાઈડ બંધ કરાવી વિરોધ નોંધાવ્યો છે
Tags :
Advertisement

.

×