દિવાળીના પર્વ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર નહી થાય દંડ
ગુજરાતભરના વાહનો ચાલકો (Vehicle drivers)ને સરકારે તહેવારોમાં મોટી રાહત આપી છે. ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)ની મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીના તહેવારોમાં પોલીસ દ્વારા કોઈ પણ દંડ નહીં થાય. ફક્ત ટ્રાફિક સિગ્નલ તોડનારને ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા સમજાવવામાં આવશે. આ નિર્ણય 27 ઓક્ટોબર સુધી લાગુ રહેશે એટલે કે આગામી 6 દિવસ હવે પોલીસ જનતા પાસેથી ટ્રાફિક નà
02:13 PM Oct 21, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતભરના વાહનો ચાલકો (Vehicle drivers)ને સરકારે તહેવારોમાં મોટી રાહત આપી છે. ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)ની મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીના તહેવારોમાં પોલીસ દ્વારા કોઈ પણ દંડ નહીં થાય. ફક્ત ટ્રાફિક સિગ્નલ તોડનારને ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા સમજાવવામાં આવશે. આ નિર્ણય 27 ઓક્ટોબર સુધી લાગુ રહેશે એટલે કે આગામી 6 દિવસ હવે પોલીસ જનતા પાસેથી ટ્રાફિક નિયમોને લગતો કોઈ પણ દંડ વસૂલી નહીં શકે. તહેવારની સિઝનમાં સરકાર તરફથી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતાં નાગરિકોને અપીલ પણ કરી છે કે વાહન ચાલકો પણ નિયમોનું પાલન કરે. જેથી પોલીસ પણ કોઈ નિયમોનું ઉલ્લઘન કરે તો ફક્ત સમજાવે દંડ ન કરે
અમદાવાદ પૂર્વમાં ટ્રાફિક ઓછું થાય તેવું આયોજન
તો બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં ફરી ટ્રાફિકની સમસ્યાને લઈ ટ્રાફિક પોલીસ એકશન મોડમાં આવી છે. તહેવારના માહોલને લઈ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના સર્જાતા ટ્રાફિક પોલીસ ફરી એક્શન મૂડમાં આવી છે. જે બાબતે ડીસીપી નિતા દેસાઈનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં હાથ ધરવાની કાર્યવાહી બાબતે વિગતો જણાવી હતી.
અગાઉ ટ્રાફિકને લઈ પોલીસે બેઠક યોજી હતી
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ એકશન મૂડમાં છે. ટ્રાફિક બાબતે રખડતા ઢોરને લઈ તંત્ર મૂડમાં આવી એકશન લીધી હતી. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈ 80 જેટલા રખડતા ઢોરના માલિકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. શહેરના નરોડા અને એસ પી રિંગ રોડ પર રખડતા ઢોરની સમસ્યા વધુ હતી ત્યાંથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત હતો. જે બાબતે અમદાવાદ પોલીસે રખડતા ઢોરના માલિકો સાથે બેઠક પણ યોજી હતી. જેમા રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટેની ચર્ચા કરી રખડતા ઢોરને છૂટા ન મુકવા અપીલ પણ કરવામાં હતી.
Next Article