ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વૃંદાવનના આશ્રમમાં દર્શન કરવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, જુઓ video

અનુષ્કા અને વિરાટ હાલમાં જ વૃંદાવન પહોંચ્યા હતા. અહીં વિરાટ-અનુષ્કાએ (Virat Kohli - Anushka Sharma) નીમ કરૌલી બાબાના દર્શન કર્યા હતા. આ કપલ ગઈકાલે પુત્રી વામિકા સાથે પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમ પહોંચ્યા હતા. આ આશ્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વામિકાનો ચહેરો જોવા મળ્યો છે.Virat Kohli's & Anushka Sharma latest picture, they visited Shri Baba Neem Karoli ashram in Vrindavan.#ViratKohli𓃵 pic.twitter.com/wsoQ77qTDB— Flick of Wrist (@flickk_of_Wrist) January 4, 2023 દુબઈમાà
01:20 PM Jan 06, 2023 IST | Vipul Pandya
અનુષ્કા અને વિરાટ હાલમાં જ વૃંદાવન પહોંચ્યા હતા. અહીં વિરાટ-અનુષ્કાએ (Virat Kohli - Anushka Sharma) નીમ કરૌલી બાબાના દર્શન કર્યા હતા. આ કપલ ગઈકાલે પુત્રી વામિકા સાથે પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમ પહોંચ્યા હતા. આ આશ્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વામિકાનો ચહેરો જોવા મળ્યો છે.Virat Kohli's & Anushka Sharma latest picture, they visited Shri Baba Neem Karoli ashram in Vrindavan.#ViratKohli𓃵 pic.twitter.com/wsoQ77qTDB— Flick of Wrist (@flickk_of_Wrist) January 4, 2023 દુબઈમાà
અનુષ્કા અને વિરાટ હાલમાં જ વૃંદાવન પહોંચ્યા હતા. અહીં વિરાટ-અનુષ્કાએ (Virat Kohli - Anushka Sharma) નીમ કરૌલી બાબાના દર્શન કર્યા હતા. આ કપલ ગઈકાલે પુત્રી વામિકા સાથે પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમ પહોંચ્યા હતા. આ આશ્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વામિકાનો ચહેરો જોવા મળ્યો છે.

દુબઈમાં ન્યૂ યર સેલિબ્રેશન કર્યા બાદ ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા બુધવારે વૃંદાવન પહોંચ્યા હતા. આ દરમિયાન કપલે બાબા નીમ કરોલીના આશ્રમમાં દર્શન કર્યા હતા. આ પછી વિરાટ અને અનુષ્કા પણ પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની પુત્રી વામિકા કોહલી પણ તેમની સાથે જોવા મળી હતી. પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરતા આ કપલે મથુરા-વૃંદાવન મુલાકાતને મીડિયાની નજરથી દૂર રાખી હતી. પરંતુ આશ્રમ પહોંચેલા વિરાટ-અનુષ્કાની સાથે સાથે વામિકાની પણ ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.




આશ્રમમાં પુત્રી સાથે જોવા મળ્યા વિરાટ-અનુષ્કા
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 4 જાન્યુઆરી 2022 ના રોજ વૃંદાવનમાં એક આશ્રમમાં દર્શન કરવા ગયા હતા. આ કપલ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજને મળવા આવ્યા હતા. વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં અનુષ્કા અને વિરાટ જમીન પર બેઠેલા જોવા મળે છે અને કપલની સાથે પુત્રી વામિકા ખોળામાં બેઠેલી જોવા મળે છે. તસવીરમાં વિરાટ-અનુષ્કા હાથ જોડીને મહારાજનો આભાર માનતા જોવા મળે છે
નવેમ્બરમાં ઉત્તરાખંડની પ્રવાસે ગયા હતા વિરાટ-અનુષ્કા
વિરાટ-અનુષ્કા અને તેમની પુત્રી વામિકા પણ નવેમ્બર 2022 માં ઉત્તરાખંડના નૈનીતાલ ગયા હતા. આ દરમિયાન કપલ ત્યાંના ફેમસ મંદિરોમાં દર્શન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ કેચી ધામ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બંને બાબા નીમ કરોલીના આશ્રમમાં પણ દર્શન કરવા પહોંચ્યા હતા. આ ટૂર પર સ્ટાર કપલે ફેન્સ સાથે ઘણી તસવીરો ક્લિક કરી હતી.
આ ફિલ્મમાં જોવા મળશે અનુષ્કા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. એક્ટ્રેસે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી દીધું છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મ ચકદા એક્સપ્રેસ’થી અનુષ્કા 5 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ પહેલા તે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. જેમાં તેણે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે સ્ક્રીન શેયર કરી હતી.
આપણ  વાંચો-  આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મેચ રમાશે, સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો મેચ જોવા આતૂર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DarshanGujaratFirstShrihitPremanandGobindSharanjiMaharajSocialmediaviralVamikafaceVirat-AnushkaVrindavanAshram
Next Article