ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

યુક્રેનના યુદ્ધ વચ્ચે PM મોદી અને જો બાયડનની વચ્ચે આવતીકાલે વર્ચ્યુઅલ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 11 એપ્રિલે યુએસ પ્રમુખ જો બાયડન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે. આ બેઠકમાં બંને દેશોના નેતાઓ પરસ્પર હિત માટે દક્ષિણ એશિયા, ઈન્ડો-પેસિફિક તેમજ વૈશ્વિક મુદ્દાઓમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને એકબીજા સાથે પોતાના વિચારો શેર કરશે. બંને દેશોના નેતાઓ વચ્ચે આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ
03:19 PM Apr 10, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 11 એપ્રિલે યુએસ પ્રમુખ જો બાયડન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે. આ બેઠકમાં બંને દેશોના નેતાઓ પરસ્પર હિત માટે દક્ષિણ એશિયા, ઈન્ડો-પેસિફિક તેમજ વૈશ્વિક મુદ્દાઓમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને એકબીજા સાથે પોતાના વિચારો શેર કરશે. બંને દેશોના નેતાઓ વચ્ચે આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 11 એપ્રિલે યુએસ પ્રમુખ જો બાયડન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે. આ બેઠકમાં બંને દેશોના નેતાઓ
પરસ્પર હિત માટે દક્ષિણ એશિયા
, ઈન્ડો-પેસિફિક તેમજ વૈશ્વિક મુદ્દાઓમાં ચાલી રહેલા દ્વિપક્ષીય
સહયોગની સમીક્ષા કરશે અને એકબીજા સાથે પોતાના વિચારો શેર કરશે. બંને દેશોના નેતાઓ
વચ્ચે આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ
ચાલી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે રશિયાનો સાથ આપ્યો છે જ્યારે અમેરિકા
મોસ્કો સામે ઊભું છે. આવી સ્થિતિમાં બંને દેશોના નેતાઓ રશિયા અને યુક્રેનની
વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરે તેવી પણ શક્યતા છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ
માહિતી આપવામાં આવી નથી.

javascript:nicTemp();

જો બાયડન અને પીએમ મોદી વચ્ચેની વાટાઘાટો ભારત-યુએસ ટુ-પ્લસ-ટુ
મંત્રી સ્તરની મંત્રણા પહેલા થશે
, જેનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ
જયશંકર ભારત તરફથી અને તેમના અમેરિકન સમકક્ષો કરશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે
કહ્યું કે તેઓ હવાઈમાં યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ (
INDOPACOM)ના મુખ્યાલયની પણ મુલાકાત લેશે.

javascript:nicTemp();

રાજનાથ સિંહે ટ્વીટ કર્યું છે કે, આજે રાત્રે હું 10 થી 15 એપ્રિલની મારી યુએસ મુલાકાત માટે
રવાના થઈશ. હું વોશિંગ્ટનમાં ચોથી ભારત-યુએસ ટુ-પ્લસ-ટુ મંત્રી સ્તરીય સંવાદમાં
ભાગ લેવા આતુર છું. આ ઉપરાંત હું આ મુલાકાત દરમિયાન હવાઈમાં ઈન્ડોપેકોમ
હેડક્વાર્ટરની પણ મુલાકાત લઈશ.

Tags :
GujaratFirstjoebidenPMModiukraine
Next Article