Visavadar By Election : વિધાનસભાની પેટાચૂંટણીમાં મોટો ખેલ? કેમ ફરી મતદાનનો આદેશ?
મતદાન પૂર્ણ થતા સ્કૂટિનીમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા AAP દ્વારા બોગસ મતદાન સહિતની ફરિયાદો કરવામાં આવી હતી.
Advertisement
જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠક પર ગઈકાલે પેટા ચૂંટણી માટે મતદાન (Visavdar Assembly by-Election) થયું હતું. વિસાવદરમાં સરેરાશ 57 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ત્યારે વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને હવે મોટા સમાચાર આવ્યા છે. બે મતદાન બુથ પર બોગસ મતદાનની આશંકા વ્યક્ત કરાઈ છે. મતદાન પૂર્ણ થતા સ્કૂટિનીમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બોગસ મતદાન સહિતની ફરિયાદો કરવામાં આવી હતી. આથી, હવે વિસાવદરનાં માલીડા (Malida) અને નવા વાઘણીયા (Nava Vaghania) બે બુથ પર આવતીકાલે પુનઃ મતદાન યોજાશે એવી માહિતી સામે આવી છે.
Advertisement