વિસાવદર પેટાચૂંટણી : ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી માટે ગતિવિધિ તેજ
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની પસંદગી માટે જૂનાગઢના કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપના નેતા મોહન કુંડારિયા, અમીબેન પારેખ અને ગૌતમ ગેડીયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા, જ્યારે કમલેશ મીરાણી અને જયેશ રાદડીયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
Advertisement
Visavadar by-election : જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની પસંદગી માટે જૂનાગઢના કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપના નેતા મોહન કુંડારિયા, અમીબેન પારેખ અને ગૌતમ ગેડીયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા, જ્યારે કમલેશ મીરાણી અને જયેશ રાદડીયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીની ગણતરીના દિવસો બાકી હોવાથી, જૂનાગઢ જિલ્લાના સ્થાનિક હોદ્દેદારોની હાજરીમાં ઉમેદવારની પસંદગી માટે ચર્ચાઓ તેજ થઈ છે, જે આ બેઠક પર રાજકીય રસાકસીને વધુ રોમાંચક બનાવે છે.
Advertisement


