Visavadar Bypoll Election : ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ
Visavadar Bypoll Election : ગુજરાતમાં આજે મહેસાણા જિલ્લાની કડી (Kadi) વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે સવારે 7 કલાકથી મતદાન શરુ થઈ ગયું છે. વિસાવદર વિધાનસભા બેઠકની (Visavdar Assembly by-Election) વાત કરીએ તો આ બેઠક સૌરાષ્ટ્રની હરહંમેશ લોકચર્ચામાં રહેતી બેઠક છે. આ વખતે ભાજપ દ્વારા કિરીટ પટેલ, કોંગ્રેસ દ્વારા નીતિન રાણપરિયા જ્યારે AAP એ ગોપાલ ઇટાલિયા (Gopal Italia) અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષ એ કિશોરભાઈ કાનકડ (કાનપરિયા) ને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વિસાવદરની બેઠકનાં ઇતિહાસની વાત કરીએ તો અહીં મોટાભાગે સરકાર વિરોધી પક્ષ પર મતદારો મહોર મારી જીતાડતા હોવાનું જોવા મળ્યું છે. વિસાવદરમાં સ્થાનિક ઉમેદવાર પર મતદારોને વધુ ભરોસો હોય છે. જ્યારે, રાજકીય પક્ષોને આ બેઠક જીતવા માટે સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિક પ્રશ્નો, અસ્મિતાનાં આધારે હાર-જીતનો નિર્ધાર હોય છે. વર્ષ 2007 બાદથી ભાજપ વિસાવદર બેઠક જીતી શક્યુ નથી. જૂઓ અહેવાલ...