સરકારના રાહત પેકેજ સામે વિરોધનો સૂર ઉઠ્યો! જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Gujarat Relief Package : રાજ્યમાં કમોસમી વરસાદનો માર વેઠનાર ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા રૂ. 10 હજાર કરોડનું માતબર રાહત પેકેજ (Gujarat Relief Package) જાહેર કર્યું છે. આ પેકેજ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું હોવાનું જાણવા મળી રહ્યું છે.
01:28 PM Nov 08, 2025 IST
|
Hardik Shah
- રાજ્ય સરકારે મહત્તમ રાહત પેકેજની ઘોષણા કરી
- સરકારના રાહત પેકેજ સામે વિરોધનો સૂર ઉઠ્યો
- ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આવ્યા મેદાને
Gujarat Relief Package : રાજ્યમાં કમોસમી વરસાદનો માર વેઠનાર ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા રૂ. 10 હજાર કરોડનું માતબર રાહત પેકેજ (Gujarat Relief Package) જાહેર કર્યું છે. આ પેકેજ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે, આ રાહત પેકેજને લઇને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા (Dhoraji Ex.MLA Lalit Vasoya) દ્વારા સરકારે ખેડૂતો જોડે મજાક કરી હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. જો કે, રાહત પેકેજ અંગે અસંતોષ વ્યક્ત કરનારા આ પહેલા વ્યક્તિ નથી. અગાઉ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અને અમરેલી જિલ્લા ભાજપના ચેતનભાઇ માલાણીએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. તે પૈકી ચેતનભાઇ માલાણીએ તો રાજીનામું આપવા સુધીનું ચોંકાવનારૂ પગલું ભર્યું છે. જેને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.
Next Article