Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વજન ઘટાડવું છે? તો સેવન કરો આ અદ્ભૂત ચા નું..!

આજના ફિટનેસ (Fitness) અને હેલ્ધી માઇન્ડ સેટના યુગમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ શરીરની શોધમાં હોય છે. જો કે ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાથી, જંક ફૂડ (Junk Food) ખાવાથી અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે મોટાભાગના લોકો વજન (Weight)માં વધારો, પેટ લટકવા અને ડબલ ચિનથી પરેશાન છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો અનેક પ્રકારના ડાયટિશિયન (Dietitian) પાસે જાય છે, એનર્જી ડ્રિંકનો સહારો લે છે, પ્રોટીન પાઉડર પીવે છે, à
વજન ઘટાડવું છે  તો સેવન કરો આ અદ્ભૂત ચા નું
Advertisement
આજના ફિટનેસ (Fitness) અને હેલ્ધી માઇન્ડ સેટના યુગમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ શરીરની શોધમાં હોય છે. જો કે ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાથી, જંક ફૂડ (Junk Food) ખાવાથી અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે મોટાભાગના લોકો વજન (Weight)માં વધારો, પેટ લટકવા અને ડબલ ચિનથી પરેશાન છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો અનેક પ્રકારના ડાયટિશિયન (Dietitian) પાસે જાય છે, એનર્જી ડ્રિંકનો સહારો લે છે, પ્રોટીન પાઉડર પીવે છે, પરંતુ પરિણામ મળતું નથી. જો તમામ પ્રયાસો છતાં તમારું વજન ઓછું નથી થતું તો તમે તમારા આહારમાં કાળા મરી અને હળદરવાળી ચાનો સમાવેશ કરી શકો છો.
કાળા મરી અને ચાથી શરીરની ચરબી ઓગાળી શકાય
તમે કાળા મરી અને હળદરની ચાને તમારા આહારનો ભાગ બનાવીને  શરીરની ચરબી ઓગાળી શકો છો. આવો જાણીએ વજન ઘટાડવા માટે કાળા મરી અને હળદરની ચા કેવી રીતે બનાવી શકાય અને તેને પીવાના ફાયદા.
આ ચા કઇ રીતે બનાવી શકાય 
આ ચા બનાવવા માટે એક તપેલીમાં 2 કપ પાણી લો. ધીમી આંચ પર પાણી ઉકાળો. ઉકાળેલા પાણીમાં 2 ચપટી હળદર પાવડર નાખો, ત્યારબાદ 1 ચમચી કાળા મરીનો પાવડર નાખીને ઉકાળો. હળદર અને કાળા મરીના પાવડરને પાણીમાં 5 થી 7 મિનિટ સુધી ઉકાળ્ય બાદ તેને ગાળી લો. તમારી વજન ઘટાડવાની ચા તૈયાર છે. ધીમે ધીમે તેનું સેવન કરો. જો તમને કાળા મરી અને હળદરવાળી ચાનો સ્વાદ ન ગમતો હોય તો તમે તેમાં મધ અથવા ગોળ ઉમેરીને પી શકો છો. ધ્યાનમાં રાખો કે આ ચામાં 1/2 ચમચીથી વધુ ગોળ ઉમેરશો નહીં.
વજન ઘટાડવા માટે કાળા મરી અને હળદરની ચા ક્યારે પીવી
વજન ઘટાડવા માટે હળદર અને કાળા મરીની ચા રાત્રે સૂતા પહેલા પીવી જોઈએ. રાત્રે આ ચાનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ ઝડપથી વધે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે સવારે ખાલી પેટે કાળા મરી અને હળદરવાળી ચાનું સેવન આરામથી કરી શકો છો.
શા માટે કાળા મરી અને હળદરની ચા વજન ઘટાડવા માટે ફાયદાકારક છે 
કાળા મરી અને હળદરમાં હાજર એન્ટી-ફ્લેટ્યુલન્ટ, મૂત્રવર્ધક, બળતરા વિરોધી ગુણો પાચન તંત્રને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ચાનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
કાળા મરી અને હળદરના ફાયદા 
કાળા મરીમાં પાચન ગુણો જોવા મળે છે. હળદર બળતરા વિરોધી તરીકે કામ કરે છે. કાળા મરી અને હળદરવાળી ચા પીવાથી પેટની બળતરા, દુખાવો, પેટનું ફૂલવું, ખેંચાણથી રાહત મળે છે. કાળા મરીમાં પાઇપરિન હોય છે. તે ચરબીના કોષોના નિર્માણને રોકવામાં મદદ કરે છે. કાળા મરી અને હળદરવાળી ચાનું નિયમિત સેવન કરવાથી ચરબી ઝડપથી બર્ન થાય છે. જે વજન અને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.
શરીરને અંદરથી ડિટોક્સ કરે છે
ઘણી વખત શરીરને યોગ્ય રીતે ડિટોક્સ ન થવાને કારણે લોકોનું વજન પણ વધી જાય છે. કાળા મરી અને હળદરની ચાનું સેવન શરીરને અંદરથી ડિટોક્સ કરે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Tags :
Advertisement

.

×