સાડી પહેરેલી મહિલાએ કેરળની સડકો પર કર્યું અદ્ભુત સ્કેટિંગ, જુઓ વિડીયો
હાલમાં સાડી પહેરીને સ્કેટિંગ કરતી એક મહિલાનો વીડિયો ઇન્ટરનેટ પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ યુઝર્સ પણ તેના વખાણ કરી રહ્યાં છે. આ દુનિયામાં પ્રતિભાની કોઈ કમી નથી. ઘણીવાર, જ્યારે સોશિયલ મીડિયા પર કોઇ ટેલેન્ટ સામે આવે છે, ત્યારે ઘણાં લાકોનું નસીબ પળવારમાં ચમકે છે, જેની કલ્પના કરવી મુશ્કેલ છે. હાલમાં જ એક એવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાનà«
Advertisement
હાલમાં સાડી પહેરીને સ્કેટિંગ કરતી એક મહિલાનો વીડિયો ઇન્ટરનેટ પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ યુઝર્સ પણ તેના વખાણ કરી રહ્યાં છે.
આ દુનિયામાં પ્રતિભાની કોઈ કમી નથી. ઘણીવાર, જ્યારે સોશિયલ મીડિયા પર કોઇ ટેલેન્ટ સામે આવે છે, ત્યારે ઘણાં લાકોનું નસીબ પળવારમાં ચમકે છે, જેની કલ્પના કરવી મુશ્કેલ છે. હાલમાં જ એક એવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાની પ્રતિભા જોઈને લોકો દંગ રહી ગયાં. સોશિયલ મીડિયા પર, સાડી પહેરીને શાનદાર સ્કેટિંગ કરતી મહિલાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેણે ઈન્ટરનેટ પર બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આ પહેલાં પણ તમે ઘણા લોકોને સ્કેટિંગ કરતા જોયા હશે, પરંતુ મહિલાનું સાડી પહેરીને આટલી સારી રીતે સ્કેટિંગ કરવું તે ખૂબ ખાસ અને આશ્ચર્યજનક છે. સોશિયલ મીડિયા પર આવેલા આ વિડીયોમાં એક મહિલા સાડી પહેરીને સ્કેટિંગ કરતી જોવા મળે છે. વીડિયોમાં સફેદ કોટનની સાડી પહેરેલી આ મહિલા ઈન્ટરનેટ પર દરેકના દિલ જીતી રહી છે. મહિલાનું નામ લારિસા ડીસા છે, જેણે કેરળમાં આ વિડીયો શૂટ કર્યો હતો. વીડિયોમાં તે સ્કેટિંગ કરતી વખતે હવામાં ઉછળતી જોવાં મળે છે.
વિડીયોમાં કેરળની હરિયાળીની સાથે સફેદ સાડી પહેરેલી એક મહિલા ઈન્ટરનેટ પર બધાને મોહિત કરી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 'larissa_wlc' નામથી શેર કરવામાં આવ્યો છે. એટલું જ નહી કેટલાક લોકો હાજપ મહિલા સાથે સેલ્ફી પણ લીધી. ખરેખર સાડી પહેરીને લોંગબોર્ડિંગ કરવું સરળ નથી. અત્યાર સુધીમાં આ વિડીયોને 1 લાખ 52 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વિડીયો જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેને હાર્ટ-ટચિંગ ગણાવ્યું લોકોએ અમેઝીંગ કહ્યું. એક યુઝરે કહ્યું, 'વાહ શું વાત છે.'


