Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક સાથે 28 કાતર વડે વાળ કપાવ્યા છે ક્યારેય? ઉજ્જૈનના યુવકે સર્જયો રેકોર્ડ, જુઓ વિડીયો

ઉજ્જૈનમાં એક વ્યક્તિએ એક સાથે 28 કાતર વડે વાળ કાપીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ પહેલા આ રેકોર્ડ ઈરાનના એક યુવકના નામે હતો, જેણે 22 કાતરથી વાળ કાપ્યા હતા. 26 વર્ષીય આદિત્ય ઉજ્જૈનના અલખધામ નગરનો રહેવાસી છે. આદિત્ય તેના પિતા અને બે ભાઈઓ રોહિત અને જયેશ સાથે વાળ કાપવાની દુકાનનું સંચાલન કરે છે. આદિત્ય 18 વર્ષની ઉંમરથી વાળ કાપી રહ્યો છે.ક્યાંથી પ્રેરણા મળી?આદિત્ય જ
એક સાથે 28 કાતર વડે વાળ કપાવ્યા છે ક્યારેય  ઉજ્જૈનના યુવકે સર્જયો રેકોર્ડ  જુઓ વિડીયો
Advertisement
ઉજ્જૈનમાં એક વ્યક્તિએ એક સાથે 28 કાતર વડે વાળ કાપીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ પહેલા આ રેકોર્ડ ઈરાનના એક યુવકના નામે હતો, જેણે 22 કાતરથી વાળ કાપ્યા હતા. 26 વર્ષીય આદિત્ય ઉજ્જૈનના અલખધામ નગરનો રહેવાસી છે. આદિત્ય તેના પિતા અને બે ભાઈઓ રોહિત અને જયેશ સાથે વાળ કાપવાની દુકાનનું સંચાલન કરે છે. આદિત્ય 18 વર્ષની ઉંમરથી વાળ કાપી રહ્યો છે.
ક્યાંથી પ્રેરણા મળી?
આદિત્ય જણાવે છે કે ચાર વર્ષ પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો જોયો હતો. જેમાં એક ચાઈનીઝ હેરસ્ટાઈલિસ્ટ 10 કાતરથી વાળ કાપી રહ્યો હતો. ત્યારપછી તેણે બીજો વિડીયો જોયો જેમાં ઈરાનનો એક હેરસ્ટાઈલિસ્ટ 22 કાતર વડે વાળ કાપી રહ્યો હતો. આ પછી આદિત્ય પણ પ્રેક્ટિસ કરવા લાગ્યો.

ચાર વર્ષ સુધી પ્રેક્ટિસ કરી
ચાર વર્ષ સુધી તે એક સાથે 28 કાતર પકડીને વાળ કાપવાની પ્રેક્ટિસ કરતો રહ્યો. ત્યારબાદ 2022ના વર્ષમાં જ્યારે તેને લાગ્યું કે હવે પરફેક્શન આવી ગયું છે. ત્યારે તેણે તેનો એક વિડીયો બનાવ્યો. આ વિડીયો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોમિનેશન માટે મોકલવામાં આવ્યો હતો. નોમિનેશનની મંજૂરી પછી જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી. વીડિયો જોયા બાદ આદિત્યનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં દાખલ થઈ ગયું હતું.
હવે પછીનું લક્ષ્ય ગિનિસ બુક
સખત મહેનત અને સમર્પણને કારણે આદિત્યનું નામ 4 એપ્રિલ 2022ના રોજ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે. આદિત્ય હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયાસ કરી રહ્યો છે. આદિત્યએ જણાવ્યું કે આગળ તે 35 કાતર વડે કટીંગ કરવાનું લક્ષ્ય રાખી રહ્યો છે. આદિત્યના કહેવા પ્રમાણે અત્યાર સુધી આ પ્રકારનું પરાક્રમ કોઈએ કર્યું નથી. આદિત્ય ઈરાનના અલી આબિદનો રેકોર્ડ તોડી ચૂક્યો છે. હવે તે 35 કાતર વડે વાળ કાપીને લિમ્કા બુક અને ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવવા માંગે છે.
Advertisement
Tags :
Advertisement

.

×