ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફ્લોર ટેસ્ટ પહેલા શિંદેનો હુંકાર, કહ્યું - અમારી પાસે બે તૃતિયાંશ બહુમતી, સરળતાથી જીતી જઈશું

શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ ફરી દાવો કર્યો છે કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે કહ્યું કે અમને ફ્લોર ટેસ્ટને લઈને કોઇ ચિંતા નથી. અમારી પાસે બે તૃતિયાંશ ધારાસભ્યોની બહુમતી છે. શિંદેએ દાવો કર્યો હતો કે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અમે સરળતાથી જીતી જઈશું. તેમણે ફરી એકવાર શિવસેના અને બાળાસાહેબનું નામ લીધું અને કહ્યું કે શ
12:13 PM Jun 29, 2022 IST | Vipul Pandya
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ ફરી દાવો કર્યો છે કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે કહ્યું કે અમને ફ્લોર ટેસ્ટને લઈને કોઇ ચિંતા નથી. અમારી પાસે બે તૃતિયાંશ ધારાસભ્યોની બહુમતી છે. શિંદેએ દાવો કર્યો હતો કે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અમે સરળતાથી જીતી જઈશું. તેમણે ફરી એકવાર શિવસેના અને બાળાસાહેબનું નામ લીધું અને કહ્યું કે શ
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ ફરી દાવો કર્યો છે કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે કહ્યું કે અમને ફ્લોર ટેસ્ટને લઈને કોઇ ચિંતા નથી. અમારી પાસે બે તૃતિયાંશ ધારાસભ્યોની બહુમતી છે. શિંદેએ દાવો કર્યો હતો કે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અમે સરળતાથી જીતી જઈશું. તેમણે ફરી એકવાર શિવસેના અને બાળાસાહેબનું નામ લીધું અને કહ્યું કે શિવસેના બાળાસાહેબ ઠાકરેની છે. લોકશાહીમાં આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમારી પાસે યોગ્ય સંખ્યા છે. તેથી અમે આવતીકાલે મુંબઈ આવીશું અને ફ્લોર ટેસ્ટમાં હાજરી આપીશું.
આવતી કાલે મહારાષ્ટ્રના રાજકીય ડ્રામાનો અંત આવે તેવી શક્યતા
શિવસેના સામે બળવો કરવા તમામ બળવાખોર ધારાસભ્યો સાથે મુંબઈ છોડીને એકનાથ શિંદે સુરત ગયા ત્યારથી તેઓ સતત તેમની સાથે બે તૃતીયાંશ બહુમતીનો દાવો કરી રહ્યા છે. આ કારણે તેમનો દાવો વધુ મજબૂત બને છે. એક પછી એક ઘણા ધારાસભ્યો શિવસેનાથી દૂર રહીને બળવાખોર જૂથમાં જોડાયા હતા. અત્યાર સુધી શિવસેના અને મહાવિકાસ આઘાડી પડકાર આપતા હતા કે જો બળવાખોરો પાસે પૂરતી સંખ્યા હોય તો તેઓ આવે અને ગૃહમાં બહુમત પરીક્ષણનો સામનો કરે, હવે એ સમય પણ આવી ગયો છે. એટલે કે એવું પણ કહી શકાય કે આવતી કાલે મહારાષ્ટ્રના રાજકીય ડ્રામાનો અંત આવી શકે છે.
ફ્લોર ટેસ્ટ માટે કોંગ્રેસે કમર કસી
આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય કરવાનો છે. જો કે તે પહેલા જ મહારાષ્ટ્ર કોંગ્રેસે પણ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, બાલાસાહેબ થોરાટ, સુનીલ કેદાર, નીતિન રાઉત, નાના પટોલે અને ચરણ સિંહ સપરા સહિતના નેતાઓ હાજર છે.
ભાજપની પણ તૈયારી શરુ
બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસના ઘરે પણ બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, રાધાકૃષ્ણ વિખે પાટીલ સહિત ભાજપના ઘણા નેતાઓ તેમના ઘરે હાજર છે. આ સિવાય  જપના નેતા અને પૂર્વ મંત્રી સુધીર મુનગંટીવાર વિધાન પરિષદના વિપક્ષના નેતા પ્રવિણ દરેકર સાથે વિધાનસભા પહોંચ્યા છે. બંને નેતાઓ આવતીકાલે યોજાનારા ફ્લોર ટેસ્ટની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. 
Tags :
BJPDevendraFadnavisEknathShindeFloorTestGujaratFirstMaharashtramaharashtrapoliticalcrisisMaharashtraPoliticsShivSenaUddhavThackeray
Next Article