'અમને સીએમ હાઉસમાં જવા દેવાતા ન હતા, અયોધ્યા જતા પણ રોક્યા'
શિવસેનાના બંને જૂથમાં જંગ વધી રહી છે. હવે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સુધી પોતાની વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ગુવાહાટીથી એકનાથ શિંદેએ એક પત્ર શેર કર્યો છે. જેની સાથે લખાયું છે કે આ રહી ધારાસભ્યોની ભાવના. પત્ર સંજય શિરસાતે લખ્યો છે, જે હાલ ગુવાહાટીમાં હાજર છે. પત્રમાં ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહેવાયું છે કે સીએમ હાઉસ વર્ષાનો દરવાજો કાલે પહેલીવાર à
Advertisement
શિવસેનાના બંને જૂથમાં જંગ વધી રહી છે. હવે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સુધી પોતાની વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ગુવાહાટીથી એકનાથ શિંદેએ એક પત્ર શેર કર્યો છે. જેની સાથે લખાયું છે કે આ રહી ધારાસભ્યોની ભાવના. પત્ર સંજય શિરસાતે લખ્યો છે, જે હાલ ગુવાહાટીમાં હાજર છે.
પત્રમાં ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહેવાયું છે કે સીએમ હાઉસ વર્ષાનો દરવાજો કાલે પહેલીવાર વાસ્તવમાં ધારાસભ્યો માટે ખુલ્યો હતો. આ દરવાજો ગત અઢી વર્ષથી બંધ હતો. પત્રમાં લખાયું છે કે ધારાસભ્ય હોવા છતાં અમને આસપાસના લોકોને વિનંતી કરીને સીએમ હાઉસમાં પ્રવેશ મળતો હતો.
પત્રમાં કહેવાયું છે કે જે લોકો રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્ય છે તેમને વિનંતી કરીએ તો જ સીએમ હાઉસ વર્ષામાં પ્રવેશ મળતો હતો. આ જે કથીત ચાણક્ય ક્લર્ક તમારી આસપાસ જોડાયેલા છે તેમણે અમને દુર રાખીને વિધાન પરિષદ ચૂંટણી અને રાજ્યસભા ચૂંટણીની રણનીતિ બનાવી હતી અને પરિણામ મહારાષ્ટ્રએ જોયા છે.
પત્રમાં કહેવાયું કે રાજ્યસભા ચૂંટણીમાં કોઇ ધારાસભ્યે ક્રોસ વોટીંગ કર્યું ન હતું તેમ છતાં વિધાન પરિષદની ચૂંટણી પહેલાં ધારાસભ્યો સામે અવિશ્વાસ પ્રગટ કરાયો હતો.
પત્રમાં સંજય શિરસાતે લખ્યું કે જો અમારે મળવું હોય તો અમને વર્ષાની બહાર રસ્તા પર કલાકો સુધી ઉભા રાખવામાં આવતા હતા. અમે ફોન કરીએ તો તમારી આસપાસના લોકો ફોન સુદ્ધાં ઉઠાવતા ન હતા. પછી લાંબી રાહ જોયા બાદ અમે ત્યાંથી જતા રહેતા હતા.
પત્રમાં એમ પણ લખાયું કે જ્યારે કોંગ્રેસ એનસીપી દ્વારા શિવસેનાના ધારાસભ્યોને અપમાનીત કરાતા હતા ત્યારે ફક્ત એકનાથ શિંદે જ આ ધારાસભ્યોનું સાંભળતા હતા.
સંજય શિરસાતના પત્રમાં એમ પણ લખાયું છે કે જ્યારે આદિત્ય ઠાકરે અયોધ્યા ગયા ત્યારે ધારાસભ્યો પણ તેમની સાથે જવા ઇચ્છતા હતા પણ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને કહ્યું કે ધારાસભ્યોને અયોધ્યા જતા રોકવામાં આવે, અમને રામ લલાના દર્શન કરવા હતા પણ સીએમએ રોકી લીધા હતા.
Advertisement


