West Bengal Election Results 2026 : પશ્વિમ બંગાળના ચૂંટણી પરિણામો પર CMનું નિવેદન
- Gandhinagarકમલમમાં નેતા-કાર્યકરોનો ભારે જમાવડો
- CM Bhupendrabhai Patel ની હાજરીમાં કમલમમાં જશ્ન
- CM ભૂપેન્દ્રભાઈ પટેલે PM Modi ને આપ્યા અભિનંદન
- CM એ બંગાળ અને ઉમરેઠમાં જીત બદલ પાઠવ્યા અભિનંદન
Gandhinagar: ગાંધીનગર (Gandhinagar) સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે આજે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ઉમરેઠ પેટાચૂંટણી (Umreth election) માં પક્ષના શાનદાર વિજયને વધાવવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના ગુંજારવ અને આતશબાજી વચ્ચે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઐતિહાસિક જીત બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની જીત બદલ હું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિજય ભાજપના લાખો કાર્યકર્તાઓની અથાક મહેનતનું પરિણામ છે. વધુમાં, ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યો છે, જે બદલ હું મતદારોનો આભાર માનું છું." વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..


