ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિધાનસભાની ચૂંટણી કયાંથી લડશે તે મુદ્દે હાર્દિક પટેલે શું કહ્યું ?

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળ્યો બન્યો છે.  કોર્ટના ચૂકાદા બાદ પોતાની પ્રતિક્રીયા આપતાં હાર્દિક પટેલે પોતે હવે વિધાનસભાની ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. જો કે તે કયાંથી ચૂંટણી લડશે તે વિશે ફોડ પાડયો ન હતો. હાર્દિક પટેલે બુધવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે લોકોની વાત વિધાનસભામાં પહોંચાડી શકાય તે માટે નàª
06:57 AM Apr 13, 2022 IST | Vipul Pandya
સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળ્યો બન્યો છે.  કોર્ટના ચૂકાદા બાદ પોતાની પ્રતિક્રીયા આપતાં હાર્દિક પટેલે પોતે હવે વિધાનસભાની ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. જો કે તે કયાંથી ચૂંટણી લડશે તે વિશે ફોડ પાડયો ન હતો. હાર્દિક પટેલે બુધવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે લોકોની વાત વિધાનસભામાં પહોંચાડી શકાય તે માટે નàª
સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળ્યો બન્યો છે.  કોર્ટના ચૂકાદા બાદ પોતાની પ્રતિક્રીયા આપતાં હાર્દિક પટેલે પોતે હવે વિધાનસભાની ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. જો કે તે કયાંથી ચૂંટણી લડશે તે વિશે ફોડ પાડયો ન હતો. 
હાર્દિક પટેલે બુધવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે લોકોની વાત વિધાનસભામાં પહોંચાડી શકાય તે માટે નિર્ણય કરવામાં આવશે. તેમણે કહ્યું કે હું વિસનગર કેસમાં સુપ્રીમમાં ગયો હતો. સુપ્રીમે અરજન્ટ હિયરીંગમાં ના પાડી હતી. ત્યારબાદની પ્રક્રીયા બાદ બે વર્ષની સજા પર સ્ટે અપાયો છે.ત્યારબાદ ગુજરાતમાં હાર્દિક કયાંથી ચૂંટણી લડશે તેની ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે માત્ર ચૂંટણી લડવા ગયા ન હતા. મને બે વર્ષની સજા થઇ હતી જેથી હું ભારતીય સંવિધાન મુજબ ચૂંટણી લડી નહી શકું પણ સુપ્રીમે મને રાહત આપી છે તેથી હું સક્ષમ અને મજબૂતથી ચૂંટણી પ્રક્રિયામાં ઉતરીશ. ગુજરાતના લોકોનો મને પ્રેમ મળશે અને ચૂંટણી લડીને જીતીને જીતીશું  ત્યારે આનાથી પણ વધુ કામ વિધાનસભામાં જઇને કરીશું. 
 કેસ પરત ખેંચવા બાબતે હાર્દિક પટેલે કહ્યું કે સરકારને તેમણે વિનંતી કરી હતી કે જે કેસ બાકી છે તે પાછા ખેંચવા નિરાકરણ કરાય. વચ્ચે 10 કેસ પાછા ખેંચાયા પણ આ કેસ આનંદીબેન પટેલની સરકાર વખતે પરત ખેંચાયા હતા. બાકીના કેસો પાછા ખેંચવા જલ્દી નિરાકરણ કરાય. મને રાજય સરકાર પર ભરોસો છે કે ટૂંક સમયમાં નિરાકરણ કરાશે. 
તેઓ કયાંથી ચૂંટણી લડશે તે સવાલનો જવાબ આપતા હાર્દિક પટેલે કોઇ ફોડ પાડયો ન હતો પણ જણાવ્યું હતું કે      હજું ચૂંટણીમાં સાત મહિનાની વાર છે. ચૂંટણી ચોકકસ લડવી છે. સત્તા વગર જો રારુ કામ થતું હોય તો વિધાનસભામાં જઇને પણ સારુ કામ કરી શકાય છે.
તેમણે કહ્યું કે  કોઇ પણ વ્યકતીને કોઇ પણ પાર્ટીમાં જોડાવાનો અધિકાર છે. ભાજપ વાત કરવા આક્રમક હોય છે. નરેશભાઇની વાત બે માસથી ચાલે છે પણ કોઇ નિર્ણય લેવાયો નથી. નરેશભાઇએ પાર્ટી પાસે કોઇ ડિમાન્ડ મુકી નથી. પાર્ટીએ જલ્દી નિર્ણય કરવો જોઇએ. 
ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા તોફાનો અને આગચંપીના બનાવોમાં અપીલો પર નિર્ણય ના આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સબંધીત હાઇકોર્ટે સ્ટે આપવો જોઇતો હતો.
Tags :
CongressElectionGujaratFirstHardikPatelsuprimjudgement
Next Article