વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
Harsh Sanghavi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરથી લઈને દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન દ્વારા રાષ્ટ્રભક્તિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો છે. તેમણે દેશવાસીઓને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ઘરે ઘરે તિરંગો ફરકાવવા અને દરેક વ્યક્તિને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવાની અપીલ કરી છે.
02:18 PM Jul 22, 2025 IST
|
Hardik Shah
Harsh Sanghavi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરથી લઈને દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન દ્વારા રાષ્ટ્રભક્તિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો છે. તેમણે દેશવાસીઓને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ઘરે ઘરે તિરંગો ફરકાવવા અને દરેક વ્યક્તિને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવાની અપીલ કરી છે. આ સંદર્ભે, ગાંધીનગરના દંતાલી ગામ નજીક સ્પર્શ બંગલો વિસ્તારમાં ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાન હેઠળ 2 લાખ 11 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ હસમુખ પટેલ, હરિભાઈ પટેલ સહિત ઓગણજ, મોટી ભોયણ, લપકામણ, વડસર અને દંતાલી ગામની શાળાઓના પ્રાથમિક તેમજ માધ્યમિક વિદ્યાર્થીઓ પણ વૃક્ષારોપણમાં જોડાયા.
Next Article