Mann Ki Baat ના 121 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા PM મોદી શું કહ્યું?
Mann Ki Baat : જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) મન કી બાતના (MANN KI BAAT) 121 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે.
02:33 PM Apr 27, 2025 IST
|
Hardik Shah
Mann Ki Baat : જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) મન કી બાતના (MANN KI BAAT) 121 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. તેમાં સંબોધનની શરૂઆતમાં આતંકવાદ વિરુદ્ધના સંદેશાથી કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી. ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી હતી. વિકાસ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. તેવામાં કાશ્મીરના દુશ્મનોએ ફરીથી હુમલો કરીને તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, કે આતંકવાદ સામેની આ લડાઈમાં દેશવાસીઓની એકતા સૌથી મહત્વપૂર્ણ છે. આતંકવાદ સામેની આ લડાઈમાં આખી દુનિયા 140 કરોડ દેશવાસીઓની સાથે છે.
Next Article