આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM Narendra Modi એ શું કહ્યું?
21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (INTERNATIONAL YOGA DAY) ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે, ખાસ કાર્યક્રમ 'યોગ સંગમ' (YOGA SANGAM) હેઠળ, લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ (YOGA PROTOCOL) અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે.
02:16 PM Jun 21, 2025 IST
|
Hardik Shah
INTERNATIONAL YOGA DAY : 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (INTERNATIONAL YOGA DAY) ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે, ખાસ કાર્યક્રમ 'યોગ સંગમ' (YOGA SANGAM) હેઠળ, લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ (YOGA PROTOCOL) અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે. સાથે જ વિશ્વભરના કુલ 191 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય કક્ષાના યોગ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ (PRESIDENT OF INDIA DRAUPADI MURMU) દહેરાદૂનમાં આયોજિત યોગ દિવસ નિમિત્તના કાર્યક્રમમાં હાજર રહેેશે. અત્રે નોંધનીય છે કે, હાલ તેઓ ત્રણ દિવસના દહેરાદુનના પ્રવાસે છે
Next Article