ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધ ગ્રેટ ખલીને શું થયું? WWE સ્ટારનો રડતો વિડીયો વાયરલ

WWE લિજેન્ડ 'ધ ગ્રેટ ખલી'નો એક લેટેસ્ટ વિડીયો ઈન્ટરનેટ જગતમાં વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં ખલી પૈપરાઝીની સામે રડતો જોવા મળે છે. ક્લિપ સામે આવતા જ તેના ચાહકો દંગ રહી ગયા છે અને કોમેન્ટ કરીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.એક એવો શખ્સ કે જેને જોઇને ભલ ભલા લોકો ડરથી કાપવા લાગે છે તેવા ધ ગ્રેટ ખલીનો એક વિડીયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ખલીનો વાયરલ વિડીયો બોલિવૂડના પ્રખ્યાત સેલિબ્રિટી à
06:05 AM Aug 13, 2022 IST | Vipul Pandya
WWE લિજેન્ડ 'ધ ગ્રેટ ખલી'નો એક લેટેસ્ટ વિડીયો ઈન્ટરનેટ જગતમાં વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં ખલી પૈપરાઝીની સામે રડતો જોવા મળે છે. ક્લિપ સામે આવતા જ તેના ચાહકો દંગ રહી ગયા છે અને કોમેન્ટ કરીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.એક એવો શખ્સ કે જેને જોઇને ભલ ભલા લોકો ડરથી કાપવા લાગે છે તેવા ધ ગ્રેટ ખલીનો એક વિડીયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ખલીનો વાયરલ વિડીયો બોલિવૂડના પ્રખ્યાત સેલિબ્રિટી à
WWE લિજેન્ડ 'ધ ગ્રેટ ખલી'નો એક લેટેસ્ટ વિડીયો ઈન્ટરનેટ જગતમાં વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં ખલી પૈપરાઝીની સામે રડતો જોવા મળે છે. ક્લિપ સામે આવતા જ તેના ચાહકો દંગ રહી ગયા છે અને કોમેન્ટ કરીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
એક એવો શખ્સ કે જેને જોઇને ભલ ભલા લોકો ડરથી કાપવા લાગે છે તેવા ધ ગ્રેટ ખલીનો એક વિડીયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ખલીનો વાયરલ વિડીયો બોલિવૂડના પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ ક્લિપમાં WWEનો દિગ્ગજ જિમમાંથી બહાર આવતા જોવા  મળી રહ્યા છે. ખલીને બહાર આવતો જોઈને પૈપરાઝી તેની એક ઝલક જોવા માટે દોડી આવ્યા હતા. ખલી પણ પૈપરાઝીને એક પોઝ આપે છે. જોકે, ત્યારે જ પૈપરાઝી તેને એક પ્રશ્ન પૂછે છે, ત્યારબાદ ખલીના આંખમાંથી આંસુ છલકાઇ જાય છે. 
મહત્વનું છે કે, 27 ઓગસ્ટે ખલી પોતાનો 50મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ માટે, પૈપરાઝીએ તેમને તેમના જન્મદિવસના પ્લાન વિશે પૂછ્યું. આ સાંભળીને ધ ગ્રેટ ખલી ભાવુક થઈ જાય છે અને પોતાના આંસુ લૂછતા ત્યાથી ચાલ્યા જાય છે. ખલીનો આ વિડીયો ઈન્ટરનેટની દુનિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિડીયો જોયા બાદ ઝડપી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખલીની ક્લિપ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'ખલી ભાઈ ખૂબ જ સ્વીટ છે, તેમને આ રીતે જોઈને દુઃખ થાય છે.' તો એક યુઝરે તેમના પર કટાક્ષ કર્યો. વિડીયોમાં લખવામાં આવ્યું છે કે, 'લાગે છે કે ખલી ભાઈ કેક ઓર્ડર કરવાનું ભૂલી ગયા.' 
ઉલ્લેખનીય છે કે, ખલીનો જન્મ 27 ઓગસ્ટ 1972ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો હતો. WWEમાં સફળ થયા પછી, ખલી હાલમાં ભારતમાં તેની એકેડમીમાં નવા રેસલર્સને કુસ્તી શીખવી રહ્યો છે.
આ પણ વાંચો - Hulk બનવાની ઇચ્છા મોત તરફ ધકેલી ગઇ, શખ્સ રોજ લેતો હતો ખતરનાક ઈન્જેક્શન
Tags :
CRYGujaratFirstKhaliViralVideoWWE
Next Article