ઝામરની બીમારીથી બચવા શું કરવું? કોને રહે છે વધુ ખતરો?
'ઝામર' જેને અંગ્રેજીમાં ગ્લુકોમા કહેવામાં આવે છે. આ એક એવી બીમારી છે કે ભારતમાં 1 કરોડથી વધુ લોકો ગ્લુકોમાના દર્દીઓ છે. અને વિશ્વમાં તો 'ઝામર' ના 8 કરોડ દર્દીઓ હશે.. ઝામરથી પીડિત લોકોને અંધાપાનું સૌથી મોટું જોખમ રહેતું હોય છે. શોર્ટ ટર્મ ગ્લુકોમા માટે ડૉક્ટર દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ લોન્ગ ટર્મ ગ્લુકોમા માટે સર્જરીની જરૂર પડી શકે છે.. સામાન્ય રીતે દર વર્ષે 6થી 12 માર્ચ સુધી વર્લ્ડ ગ્લુàª
Advertisement
'ઝામર' જેને અંગ્રેજીમાં ગ્લુકોમા કહેવામાં આવે છે. આ એક એવી બીમારી છે કે ભારતમાં 1 કરોડથી વધુ લોકો ગ્લુકોમાના દર્દીઓ છે. અને વિશ્વમાં તો 'ઝામર' ના 8 કરોડ દર્દીઓ હશે.. ઝામરથી પીડિત લોકોને અંધાપાનું સૌથી મોટું જોખમ રહેતું હોય છે. શોર્ટ ટર્મ ગ્લુકોમા માટે ડૉક્ટર દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ લોન્ગ ટર્મ ગ્લુકોમા માટે સર્જરીની જરૂર પડી શકે છે..
સામાન્ય રીતે દર વર્ષે 6થી 12 માર્ચ સુધી વર્લ્ડ ગ્લુકોમા વીક મનાવવામાં આવે છે. આવો જણાવીએ કે કયા કારણોસર ઝામરના તકલીફ થઈ શકે? આ સાથે તેના લક્ષણો અને સારવાર અંગેની માહિતી...
પહેલા સમજીએ શું છે 'ઝામર'?
ઝામર એ આપણી આંખો સાથે સંબંધિત સમસ્યા છે, જે આપણી ઓપ્ટિક નર્વને નુકસાન પહોંચાડે છે. ઓપ્ટિક નર્વ જ આપણા રેટિનાને મગજ સાથે જોડતી હોવાથી અંધાપાનું જોખમ રહે છે. આ ઓપ્ટિક નર્વ ડેમજ થવાથી મગજને સંકેત મળવાના બંધ થઈ જાય છે.
કોને ઝામર થવાની વધુ સંભાવના?
ઝામરની સમસ્યા મોટાભાગે વૃદ્ધો લોકોમાં જોવા મળે છે. જો તમે વૃદ્ધ છો અને તમને આ લક્ષણોનો અનુભવ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
'ઝામર'ના લક્ષણો
- વારંવાર ચશ્માના નંબરમાં બદલાવ આવવો
- ઝાંખું દેખાવું
- માથાનો દુખાવો
- ઓછું દેખાવવું
ગ્લુકોમા થવાના કારણો
વારસાગત-
જો તમારા પરિવારમાં કોઈને ગ્લુકોમા થયું હોય તો તમને પણ તે થવાનું જોખમ રહે છે. એટલે કે આ બીમારી ઘણા કેસમાં આનુવંશિક પણ હોઈ શકે છે.
ડાયાબિટીસ-
આ બીમારી પણ ઝામરનું કારણ બની શકે છે. તેથી હંમેશાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવું જોઈએ.
વૃદ્ધાવસ્થા-
મોટાભાગે વૃદ્ધાવસ્થામાં જ ઝામરની તકલીફ સતાવતી જોવી મળે છે. 58 થી 60 વર્ષથી વધુના લોકોમાં આ બીમારી થવી સામાન્ય છે. વૃદ્ધાવસ્થામાં ઝામરના કારણે આંખોની દૃષ્ટિ પણ જઈ શકે છે.
માયોપિયા-
એક એવી સ્થિતિમાં જેમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, પરંતુ દૂરની નહીં.. આ સમસ્યા પણ વૃદ્ધાવસ્થામાં ઝામરનું કારણ બની શકે છે.
દવાઓ- એવી ઘણી દવાઓ છે આપણને ઝામરના જોખમમાં નાખી શકે છે. તેથી હંમેશાં ડૉક્ટરની સલાહ મુજબ જ દવાઓ લેવી.
હૃદય સંબંધિત બીમારી-
હૃદય સંબંધિત બીમારીઓના કારણે પણ ઝામરની સમસ્યા સતાવી શકે છે. તેથી હૃદયનું ખાસ ધ્યાન રાખો. કારણ કે તેનાથી પણ ઝામર થવાનું જોખમ વધે છે.
ઝામરની સારવાર
શોર્ટ ટર્મ ગ્લુકોમા માટે ડૉક્ટર દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ લોન્ગ ટર્મ ગ્લુકોમા માટે સર્જરીની કરવી પડી શકે છે.
સામાન્ય રીતે આ બીમારીના લક્ષણો ધીમે ધીમે જોવા મળે છે, જેથી તેને ઓળખવું ઘણી વખત મુશ્કેલ બને છે. તેથી આંખોનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું. જેથી સમયસર તેની સારવાર થઈ શકે.


