ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જેતપુરના કેરાળી ગામના પાણીના ટાંકાની હાલત કેવી, જુઓ અહીં

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના કેરાળી ગામમાં વર્ષો પહેલાં બનાવેલી પીવાના પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.કેરાળી ગામને પાણી પુરુ પાડતી ગામની ટાંકી વર્ષો જુની હોવા છતાં  ટાંકીનું સમારકામ કે યોગ્ય દેખભાળ ન થવાથી આ  ટાંકી ધરાશાઈ થવાની હાલતમાં છે. 50 હજાર લીટરની ક્ષમતા ઘરાવતી આ ટાંકી સાવ બિસ્માર હાલતમાં છે. ગામના લોકોએ અનેક વાર રજુઆત
05:23 AM Apr 08, 2022 IST | Vipul Pandya
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના કેરાળી ગામમાં વર્ષો પહેલાં બનાવેલી પીવાના પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.કેરાળી ગામને પાણી પુરુ પાડતી ગામની ટાંકી વર્ષો જુની હોવા છતાં  ટાંકીનું સમારકામ કે યોગ્ય દેખભાળ ન થવાથી આ  ટાંકી ધરાશાઈ થવાની હાલતમાં છે. 50 હજાર લીટરની ક્ષમતા ઘરાવતી આ ટાંકી સાવ બિસ્માર હાલતમાં છે. ગામના લોકોએ અનેક વાર રજુઆત
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના કેરાળી ગામમાં વર્ષો પહેલાં બનાવેલી પીવાના પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.

કેરાળી ગામને પાણી પુરુ પાડતી ગામની ટાંકી વર્ષો જુની હોવા છતાં  ટાંકીનું સમારકામ કે યોગ્ય દેખભાળ ન થવાથી આ  ટાંકી ધરાશાઈ થવાની હાલતમાં છે. 50 હજાર લીટરની ક્ષમતા ઘરાવતી આ ટાંકી સાવ બિસ્માર હાલતમાં છે. ગામના લોકોએ અનેક વાર રજુઆતો કરી હોવા છતાં ટાંકીના નવીની કરણ માટે કોઈ દરકાર લેવામાં આવી નથી

ટાંકીની નજીકમાં પ્રાથમિક શાળા આરોગ્ય કેન્દ્ર તેમજ ટાંકીની નીચે રહેણાક મકાનો આવેલા છે. ટાંકીની બિસ્માર હાલતને કારણે લોકોના જીવનું જોખમ છે.  શાળાની રીસેશ દરમિયાન નાના તેમજ મોટા બાળકો આ ટાંકાની આજુબાજુ રમતા હોઈ છે.  જર્જરિત પાણીની ટાંકીથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તેને ઉતારી લેવાય તે બાબતે સ્થાનિક લોકો દ્વારા કેરાળી ગ્રામ પંચાયત ને તેમજ જેતપુર તાલુકા પંચાયતમાં અનેક વાર લૈખીક રજુઆતો કરી હોવા છતાં આજદિન સુધી આ જર્જરિત પાણીની ટાંકી નો પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી . 

કેરાળી પંચાયત નાં સરપંચે આગળ રજુવાત કરતાં અધિકારી દ્વારા ચકાસણી કરતા જર્જરિત પાણીની ટાંકી થોડા સમયમાં ઉતારી જમીન દોસ્ત કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ  ગ્રામ જનોના પીવાના પાણીની વ્યવસ્થા માટે અનુકૂળ વ્યવસ્થાની સગવડ કર્યા બાદ તુરંત આ પાણી ની જર્જરિત ટાંકી જમીન દોસ્ત કરવા મા આવશે.તેમ જણાવ્યુ હતુ.
Tags :
dilapidatedGujaratFirstJetpurwatertank
Next Article