વારાસણીની મોબાઇલ શોપમાં આ શું વેચાઇ રહ્યું છે? જાણો
લીંબુના ભાવ વધતાં આજકાલ સોશિયલ મીડિયામાં લીંબુ હોટ ફેવરિટ સબ્જેક્ટ બની ગયુ છે. વારાસણસીની એક મોબાઇલ શોપમાં એવા બોર્ડ લગાડવામાં આવ્યા છે કે જો કોઇ તેમની દુકાનમાંથી 10 હજારની કિંમતનો કોઇ મોબાઇલ ખરીદશે તો તેને 1 લિટર પેટ્રોલ ફ્રી આપવામાં આવશે. જો કોઇ 50 રુપિયાની મોબાઇલ એસેસરીઝ ખરીદશે તો તેને 2થી 4 લીંબુ મફત આપવામાં આવશે. લીંબુના ભાવ વધતાં લોકોને હવે લીંબુ ખરીદવા પણ અઘરા પડી રહ્યા છે. à
Advertisement
લીંબુના ભાવ વધતાં આજકાલ સોશિયલ મીડિયામાં લીંબુ હોટ ફેવરિટ સબ્જેક્ટ બની ગયુ છે. વારાસણસીની એક મોબાઇલ શોપમાં એવા બોર્ડ લગાડવામાં આવ્યા છે કે જો કોઇ તેમની દુકાનમાંથી 10 હજારની કિંમતનો કોઇ મોબાઇલ ખરીદશે તો તેને 1 લિટર પેટ્રોલ ફ્રી આપવામાં આવશે. જો કોઇ 50 રુપિયાની મોબાઇલ એસેસરીઝ ખરીદશે તો તેને 2થી 4 લીંબુ મફત આપવામાં આવશે.
લીંબુના ભાવ વધતાં લોકોને હવે લીંબુ ખરીદવા પણ અઘરા પડી રહ્યા છે. ભાવમાં લીંબુએ પેટ્રોલ અને ડિઝલને પણ પાછળ પાડી દીધા છે. હવે લોકો લગ્ન સહિતના સારા પ્રસંગોએ લીંબુ ભેટમાં આપી રહ્યા હોવાનું પણ સાંભળવા મળે છે. ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં હવે એવો બનાવ બન્યો છે કે તમે પણ હસી પડશો. વારાણસીના એક મોબાઇલ શોપમાં શોપ માલીકે ઓફર કાઢી છે, જેમાં કોઇ વ્યકતી આ દુકાનમાંથી કોઇ મોબાઇલ કે એસેસસરીઝ ખરીદશે તો તેને પેટ્રોલ અને લીંબુ મફતમાં મળશે.
વારાસણસીની આ દુકાનમાં અંદર અને બહાર ઘણા બોર્ડ લગાડાયા છે. જેમાં લખાયુ છે કે જો કોઇ તેમની દુકાનમાંથી 10 હજારની કિંમતનો મોબાઇલ ખરીદશે તો તેને 1 લિટર પેટ્રોલ ફ્રી આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઇ 50 રુપિયાની મોબાઇલ એસેસરીઝ લેશે તો તેને 2થી 4 લીંબુ મફત આપવામાં આવશે.
દુકાન માલીકનું કહેવું છે કે અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે. ઉનાળાનો પ્રારંભ થતાં જ લીંબુ સામાન્ય માણસના બજેટમાંથી બહાર જતું રહ્યું છે. જેથી તેમને લાગ્યું કે કોઇ અનોખી ઓફર લાવવામાં આવે. તેમણે કહ્યું કે આ ઓફર લાગુ કર્યા બાદ ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું કે લીંબુના ભાવ સામાન્ય ના થાય ત્યાં સુધી આ ઓફર લાગુ રહેશે.


