Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટૂંક સમયમાં Whats app લોન્ચ કરશે ‘લાસ્ટ સીન’ હાઈડ કરવા માટેનું ઓપ્શન

વ્હોટ્સએપ એક એપ ગણાય છે, જેનો ઉપયોગ જાણે ઑક્સિજન સમાન બની ગયો હોય તેમ લાગે. ઑફિસ હોય કે પછી ટ્યૂશન ક્લાક, બાળકો હોય કે વડીલો દરેક લોકો વ્હોટ્સએપથી એટલા જ એડિક્ટેડ બની ચૂક્યા છે. અને આ કારણે વ્હોટ્સએપ પણ તેના ફિચર્સમાં અવાર નવાર ઘણા પ્રકારના ચેન્જીસ કરતું રહેતું હોય છે. ત્યારે અહેવાલો પરથી મળતી માહિતી મુજબ વ્હોટ્સએપ પ્રાઈવસી સેટિંગ્સને લગતાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી à
ટૂંક સમયમાં whats app લોન્ચ કરશે  lsquo લાસ્ટ સીન rsquo  હાઈડ કરવા માટેનું ઓપ્શન
Advertisement

વ્હોટ્સએપ એક એપ ગણાય છે, જેનો ઉપયોગ જાણે ઑક્સિજન સમાન બની ગયો હોય તેમ લાગે. ઑફિસ હોય કે પછી ટ્યૂશન ક્લાક, બાળકો હોય કે વડીલો દરેક લોકો વ્હોટ્સએપથી એટલા જ એડિક્ટેડ બની ચૂક્યા છે. અને આ કારણે વ્હોટ્સએપ પણ તેના ફિચર્સમાં અવાર નવાર ઘણા પ્રકારના ચેન્જીસ કરતું રહેતું હોય છે. ત્યારે અહેવાલો પરથી મળતી માહિતી મુજબ વ્હોટ્સએપ પ્રાઈવસી સેટિંગ્સને લગતાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી તમે અલગ-અલગ ઓપ્શન સાથે તમારાં એક્ટિવ સ્ટેટસને પણ હાઈડ કરી શકો છો.

Advertisement

આ વિશે વધુ માહિતી શૅર કરવા આપને જણાવી દઈએ કે હાલમાં જ વ્હોટ્સએપે પણ બીટા વર્ઝન પર પોતાના તાજેતરમાં લોન્ચ થયેલા મેસેજ રિએક્શનનું નવું વર્ઝન રોલઆઉટ કર્યું છે, જેનાથી તમે મેસેજ પર રિએક્શન આપવા માટે વધુ ઈમોજીસ એડ કરી શકો છો. અને આ સાથે વ્હોટ્સએપ ટૂંક જ સમયમાં ‘લાસ્ટ સીન’ હાઈડ કરવાની સુવિધા પણ આપશે.

Advertisement


Whatsapp privacy policy case summary in the light of CCI - The Sunday  Guardian Live ‘લાસ્ટ સીન’ હાઈડ કરવા માટે તમને એક કરતાં વધુ વિકલ્પો પણ મળશે. આ નવું ફીચર એપ્લિકેશનની પ્રાઇવસી સેટિંગ્સમાં જોવા મળશે. આ સાથે વ્હોટ્સએપ ઘણાં બધા નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે અને આ લિસ્ટમાં હજુ પણ ઘણા નવા ફિચર જોડાઈ શકે છે.

 

તેમાં એક્ટિવ સ્ટેટસ છુપાવવા માટે બે વિકલ્પો આપવામાં આવશે, જેમાં એક ઓપ્શન હશે hide from everyone અને બીજું હશે same as last seen. ​​​​​​​છેલ્લાં કેટલાક વર્ષોથી વ્હોટ્સએપ યુઝર્સ કંપની પાસે આ વિકલ્પની માગ કરી રહ્યા છે, જેથી તે કોઈ કારણસર પોતાનું એક્ટિવ સ્ટેટસ છુપાવી શકે અને હાલ તે બીટા ટેસ્ટિંગમાં છે.

આ પણ વાંચો : કોંગ્રેસના મજબૂત આગેવાન અને કામદાર નેતા મહેશ પરમાર ૩૦૦ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Tags :
Advertisement

.

×