કોરોના શાંત થયો તો ભૂકંપે ઉચક્યું માથું, આજે દેશના બે રાજ્યોમાં ધરતી ધ્રૂજી
આજે દેશના બે રાજ્યોમાં ભૂંકપના ઝટકા અનુભવાયા છે. વહેલી સવારે અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા જે બાદ લોકોમાં દોડધામ મચી ગઇ હતી. લોકો સમજે તે પહેલા ધરા ધ્રૂજવા લાગી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપના આંચકા હિમાચલ પ્રદેશના પેંગિનમાં સવારે 6:56 વાગ્યે અનુભવાયા હતા. જેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે અત્યાર સુધી મળતી માહિતી મુજબ કોઈ જાનહાની કે જà
Advertisement
આજે દેશના બે રાજ્યોમાં ભૂંકપના ઝટકા અનુભવાયા છે. વહેલી સવારે અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા જે બાદ લોકોમાં દોડધામ મચી ગઇ હતી. લોકો સમજે તે પહેલા ધરા ધ્રૂજવા લાગી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપના આંચકા હિમાચલ પ્રદેશના પેંગિનમાં સવારે 6:56 વાગ્યે અનુભવાયા હતા. જેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે અત્યાર સુધી મળતી માહિતી મુજબ કોઈ જાનહાની કે જાન-માલનું નુકસાન થયું નથી. ઉપરાંત ગુજરાતમાં કચ્છના દૂધઇમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, ત્યારે બીજી તરફ હવે ભૂકંપના ઝટકા દેશને હચમચાવી રહ્યા છે. આજે શુક્રવારે અરુણાચલ પ્રદેશના પેંગિનથી 1176 કિમી ઉત્તરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધી મળેલી માહિતીના આધારે આ ભૂકંપ શુક્રવારે સવારે લગભગ 6.56 કલાકે આવ્યો હતો. આ ભૂકંપના કારણે આસપાસના લોકોએ તેના આંચકા અનુભવ્યા હતા. આ સાથે, રિક્ટર સ્કેલ પર પેંગિનથી 1176 કિમી ઉત્તરમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી છે. આ ભૂકંપના આંચકા સ્થાનિક લોકોએ થોડીક સેકન્ડો માટે અનુભવ્યા હતા જે પછી આંચકો આપોઆપ શાંત થઇ ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે, 5.3ની તીવ્રતાના આ ભૂકંપને મધ્યમ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જોકે, શુક્રવારે આવેલા આ તાજેતરના ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. શુક્રવારે સવારે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં હતા ત્યારે અચાનક ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગુજરાતના કચ્છમાં પણ આજે ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ કચ્છના દુધઈ વિસ્તારમાં આવ્યો હતો. જેની તીવ્રતા 2.7 માપવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, ભૂકંપનો કેન્દ્રીય બિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું. બપોરે 12.22 મિનિટે આ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે લોકોને 2001માં થયેલી તબાહી નજર સમક્ષ આવી જાય છે. જણાવી દઈએ કે, જાન્યુઆરી 2001માં કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપે જે સ્થિતિનું નિર્માણ કર્યું હતું તે વિશે વિચારીને પણ આજે લોકોના રૂવાંટા ઉભા થઇ જાય છે. આ ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા હતા અને લાખો મકાનોને નુકસાન થયું હતું. 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતના ભુજમાં ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. જેના કારણે આખું શહેર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. ગુજરાતમાં 2001માં આવેલો ભૂકંપ તદ્દન વિનાશક હતો. આ ભૂકંપના કારણે કચ્છ અને ભુજમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય આ ભૂકંપના કારણે દોઢ લાખથી વધુ લોકો ઘાયલ થયા અને લગભગ 4 લાખ મકાનો ધરાશાયી થયા હતા.


