ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતમાં રોહિંગ્યાં ક્યાંથી આવ્યા? બ્રિટીશ સમયના ભારત સાથે શું સબંધ છે?

દિલ્હીમાં આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપ સિંહ પુરીના એક ટ્વીટથી વિવાદ શરૂ થયો છે. આ ટ્વીટમાં કેન્દ્રીય મંત્રીએ લખ્યુ- ભારતે હંમેશા તે લોકોનું સ્વાગત કર્યુ છે, જેણે દેશમાં શરણ માંગી છે. એક ઐતિહાસિક નિર્ણયમાં બધા રોહિંગ્યા શરણાર્થીઓને મૂળભૂત સુવિધાઓ, UNHCRના આઈડી કાર્ડ અને દિલ્હી પોલીસની 24 કલાક સુરક્ષા આપવામાં આવશે. પરંતુ આ ટ્વીટ બાદ વિવાદ શરૂ થયો અને ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કર
03:25 PM Aug 18, 2022 IST | Vipul Pandya
દિલ્હીમાં આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપ સિંહ પુરીના એક ટ્વીટથી વિવાદ શરૂ થયો છે. આ ટ્વીટમાં કેન્દ્રીય મંત્રીએ લખ્યુ- ભારતે હંમેશા તે લોકોનું સ્વાગત કર્યુ છે, જેણે દેશમાં શરણ માંગી છે. એક ઐતિહાસિક નિર્ણયમાં બધા રોહિંગ્યા શરણાર્થીઓને મૂળભૂત સુવિધાઓ, UNHCRના આઈડી કાર્ડ અને દિલ્હી પોલીસની 24 કલાક સુરક્ષા આપવામાં આવશે. પરંતુ આ ટ્વીટ બાદ વિવાદ શરૂ થયો અને ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કર

દિલ્હીમાં આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપ સિંહ પુરીના એક ટ્વીટથી વિવાદ શરૂ થયો છે. આ ટ્વીટમાં કેન્દ્રીય મંત્રીએ લખ્યુ- ભારતે હંમેશા તે લોકોનું સ્વાગત કર્યુ છે, જેણે દેશમાં શરણ માંગી છે. એક ઐતિહાસિક નિર્ણયમાં બધા રોહિંગ્યા શરણાર્થીઓને મૂળભૂત સુવિધાઓ, UNHCRના આઈડી કાર્ડ અને દિલ્હી પોલીસની 24 કલાક સુરક્ષા આપવામાં આવશે. 

પરંતુ આ ટ્વીટ બાદ વિવાદ શરૂ થયો અને ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે રોહિંગ્યા શરણાર્થીઓને EWS ફ્લેટ આપવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. ગૃહ મંત્રાલય પ્રમાણે રોહિંગ્યા ગેરકાયદેસર વિદેશી છે. તેવામાં ઘણા લોકોના મનમાં સવાલ છે કે જ્યારે તે ગેરકાયદેસર છે તો ભારતમાં કેમ છે અને કેટલાક લોકો તે પણ જાણવા ઈચ્છે છે કે આખરે રોહિંગ્યા કોણ છે.?

રોહિંગ્યા મુસલમાનોનો એક સમુદાય છે. મ્યાનમારના રખાઇન પ્રાંતમાં રોહિંગ્યા મોટી સંખ્યામાં રહે છે. પરંતુ ઘણા દાયકાથી મ્યાનમારમાં તે ભેદભાવનો શિકાર થઈ રહ્યાં છે. રોહિંગ્યા મુસલમાન દાવો કરે છે કે તે મ્યાનમારના મુસ્લિમોના વંસજ છે, પરંતુ મ્યાનમાર તેને બાંગ્લાદેશી ઘુષણખોર ગણાવે છે. રખાઇન પ્રાંતમાં હિંસા શરૂ થઈ હતી. ત્યારબાદ લાખો રોહિંગ્યા ત્યાંથી ભાગીને બાંગ્લાદેશ અને ભારત સહિત બીજા દેશોમાં પહોંચી ગયા હતા. ભારતમાં લગભગ 16,000 UNHCR- પ્રમાણિત રોહિંગ્યા શરણાર્થી છે. પરંતુ સરકારી આંકડા તેનાથી અલગ છે. સરકારી આંકડા પ્રમાણે ભારતમાં રોહિંગ્યા શરણાર્થીઓનો આંકડો 40,000 થી વધુ છે. દેશમાં જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં આ સમયે રોહિંગ્યા મુસલમાન રહે છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લે 10 ઓગસ્ટે ગૃહ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઃ આ લોકો ગેરકાયદેસર અને માન્ય દસ્તાવેજો સાથે ગુપ્ત રીતે ભારતમાં આવે છે, તેથી તેના ચોક્કસ આંકડા હાજર નથી. પરંતુ ઓગસ્ટ 2017મા રાજ્યસભામાં સરકારે જણાવ્યુ હતું કે દેશમાં 40 હજાર રોહિંગ્યાઓ હોવાનું અનુમાન છે. આ રોહિંગ્યા મુસલમાન દેશમાં બનેલા અલગ-અલગ રેફ્યૂજી કેમ્પમાં રહે છે. યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીના જણાવ્યા અનુસાર જમ્મુ, દિલ્હી, જયપુર, મહારાષ્ટ્ર, નૂહ (હરિયાણા), હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશમાં રોહિંગ્યા કેમ્પ છે.

Tags :
frominIndiaGujaratFirstRohingyacomeWheredid
Next Article