વિવાદાસ્પદ નિવેદન બાદ હવે કોણે સાધ્યું નૌકાબેન પર નિશાન?
ભાભરમાં નગરપાલિકાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા BJP નાં સિનિયર મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેને લઇને હવે ભાજપ માટે મુશ્કેલીઓ વધી ગઇ છે.
Advertisement
- અનામત પર આરપાર, હવે કોના પ્રહાર?
- નૌકાબેનનું એક નિવેદન બન્યું ભાજપ માટે મુશ્કેલી?
- હવે કોણે સાધ્યું નૌકાબેન પર નિશાન?
કહેવાય છે કે જ્યારે બોલવું ત્યારે સમજી વિચારીને બોલવું, કારણ કે જે તમે બોલી ગયા તેને કોમ્પ્યુટરમાં ડિલિટ કરી શકાય તેમ કરી શકાતું નથી. પણ સમજે તે નેતા થોડા કહેવાય. જીહા, ભાભરમાં નગરપાલિકાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા BJP નાં સિનિયર મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેને લઇને હવે ભાજપ માટે મુશ્કેલીઓ વધી ગઇ છે.
Advertisement


