ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બ્રિટનના પૂર્વ નાણાં મંત્રી ઋષિ સુનક કોણ છે અને નારાયણ મૂર્તિ સાથે તેમનો શું સબંધ છે ?

બ્રિટનના નાણાં મંત્રી ઋષિ સુનકે બોરિસ જોન્સનની સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના સિવાય સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવેદે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઋષિ સુનકે બ્રિટનના પીએમ બોરિસ જોન્સનને પત્ર લખીને રાજીનામું આપ્યું છે, જેમાં તેમણે જોન્સનની કામ કરવાની રીત પર પણ સવાલો ઉઠાવ્યા છે. ઋષિ સુનકે ટ્વિટર પર પોતાના રાજીનામાની વાત કરતા બોરિસ જોન્સનને પત્ર લખ્યો છે. તેમની
07:49 AM Jul 07, 2022 IST | Vipul Pandya
બ્રિટનના નાણાં મંત્રી ઋષિ સુનકે બોરિસ જોન્સનની સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના સિવાય સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવેદે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઋષિ સુનકે બ્રિટનના પીએમ બોરિસ જોન્સનને પત્ર લખીને રાજીનામું આપ્યું છે, જેમાં તેમણે જોન્સનની કામ કરવાની રીત પર પણ સવાલો ઉઠાવ્યા છે. ઋષિ સુનકે ટ્વિટર પર પોતાના રાજીનામાની વાત કરતા બોરિસ જોન્સનને પત્ર લખ્યો છે. તેમની
બ્રિટનના નાણાં મંત્રી ઋષિ સુનકે બોરિસ જોન્સનની સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના સિવાય સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવેદે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઋષિ સુનકે બ્રિટનના પીએમ બોરિસ જોન્સનને પત્ર લખીને રાજીનામું આપ્યું છે, જેમાં તેમણે જોન્સનની કામ કરવાની રીત પર પણ સવાલો ઉઠાવ્યા છે. 
ઋષિ સુનકે ટ્વિટર પર પોતાના રાજીનામાની વાત કરતા બોરિસ જોન્સનને પત્ર લખ્યો છે. તેમની પત્ની અક્ષતા મૂર્તિ પર સરકારને ટેક્સ ન ચૂકવવાનો આરોપ હતો.
ઋષિ સુનકને ઘેરવામાં આવી રહ્યા હતા કે રશિયામાં ઈન્ફોસિસ કંપનીની કમાણીમાં ભાગીદાર હોવા છતાં અક્ષતા બ્રિટનમાં ટેક્સ ભરી રહી નથી. તે જ સમયે, ઋષિ સુનકે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે પરિવારની આર્થિક સ્થિતિને લઈને મંત્રી પદના નિયમોનું પાલન કર્યું છે કે કેમ, તેની સમીક્ષા કરી શકાય છે.
જો કે બોરિસ સરકારના કામકાજથી અસંતુષ્ટ થઈને તેમણે નાણામંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. 
ઉલ્લેખનીય છે કે  ઋષિ સુનકનો ભારત સાથે ગાઢ સંબંધ છે. તેઓ ઈન્ફોસિસના સ્થાપક ભારતીય બિઝનેસ ટાયકૂન નારાયણ મૂર્તિ સાથે સબંધ ધરાવે છે. 
ઋષિ સુનક ભારતીય મૂળના બ્રિટિશ રાજકારણી છે. તે સાઉધમ્પ્ટનમાં પૂર્વ આફ્રિકાના ભારતીય માતા-પિતાનું સંતાન છે. 12 મે 1980ના રોજ જન્મેલા ઋષિ સુનક બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય છે, જેની ગણતરી બ્રિટનના ટોચના રાજકારણીઓમાં થાય છે. 
ફેબ્રુઆરી 2020માં, તેમણે નાણાં પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અગાઉ 2019 થી 2020 સુધી, તેઓ ટ્રેઝરીના મુખ્ય સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ઋષિ સુનક નોર્થ યોર્કશાયરની રિચમંડ (યોર્ક) બેઠક પરથી 2015થી સંસદ સભ્ય છે.
ઋષિ સુનક બાળપણથી જ મેઘાવી  રહ્યા છે. તેમણે વિન્ચેસ્ટર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું અને બાદમાં લિંકન કોલેજ, ઓક્સફોર્ડમાં ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો. આટલું જ નહીં, તેણે ફુલબ્રાઈટ સ્કોલર તરીકે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.
ઋષિ સુનક સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિને મળ્યા હતા. ત્યાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બાદમાં તેમણે અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા અને આ રીતે ઋષિ સુનક ભારતીય ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના જમાઈ બન્યા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી, ઋષિ સૂનકે ઘણી કંપનીઓમાં પણ કામ કર્યું છે અને ફિર્ડ ચિલ્ડ્રન ઇન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજમેન્ટ અને થેલેમ પાર્ટનર્સમાં ભાગીદાર હતા. આ પછી, તેઓ બ્રિટિશ રાજકારણમાં મજબૂત રીતે પ્રવેશ્યા હતા.
ઋષિ સુનકની ઉંમર માત્ર 41 વર્ષની છે. તે બ્રિટનમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. વર્ષ 2017 થી તેઓ શ્રીમદ ભાગવત ગીતા પર હાથ રાખીને તેમના પદના શપથ લઈ રહ્યા છે. તેમના પૂર્વજો પહેલા ભારતમાંથી પૂર્વ આફ્રિકા ગયા અને પછી ત્યાંથી બ્રિટનમાં સ્થાયી થયા હતા. ઋષિને સામાન્ય લોકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે અને તેમના કામની ઘણી વાર પ્રશંસા કરવામાં આવે છે. 2020 માં, યુકેની એક ખાનગી કંપની દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ત્યાંના 60 ટકા લોકોએ ઋષિ સુનકને વડા પ્રધાન પદ માટે તેમના પ્રિય ઉમેદવાર ગણાવ્યા હતા.
ચાન્સેલર તરીકે ઋષિ સુનકે કોવિડ રોગચાળાને કારણે કથળતી આર્થિક સ્થિતિને પહોંચી વળવા સરકારના આર્થિક પ્રતિભાવમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એવી પણ અટકળો થઇ રહી છે કે બોરિસ જોન્સનના રાજીનામાથી ઋષિ સુનક બ્રિટનના આગામી વડાપ્રધાન બની શકે છે.
Tags :
GujaratFirstNarayanMurthyRishiSoonakuk
Next Article