ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી કોણ? ધારાસભ્યોએ મુકી આ 3 શરત

રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીનો નિર્ણય પેચીદો બન્યો છે. રાજસ્થાન (Rajasthan)માં નવા મુખ્યમંત્રી (Chief Minister)ના નામ અંગે રવિવારે નિર્ણય લેવાનો હતો. આ માટે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ નિર્ણય લેવાય તે પહેલા જ અચાનક કોંગ્રેસ(Congress)ના 82 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે મામલો ઠંડો પાડવા માટે અશોક ગેહલોત (Ashok Gehlot)ને ફોન કર્યો હતà«
02:42 AM Sep 26, 2022 IST | Vipul Pandya
રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીનો નિર્ણય પેચીદો બન્યો છે. રાજસ્થાન (Rajasthan)માં નવા મુખ્યમંત્રી (Chief Minister)ના નામ અંગે રવિવારે નિર્ણય લેવાનો હતો. આ માટે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ નિર્ણય લેવાય તે પહેલા જ અચાનક કોંગ્રેસ(Congress)ના 82 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે મામલો ઠંડો પાડવા માટે અશોક ગેહલોત (Ashok Gehlot)ને ફોન કર્યો હતà«
રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીનો નિર્ણય પેચીદો બન્યો છે. રાજસ્થાન (Rajasthan)માં નવા મુખ્યમંત્રી (Chief Minister)ના નામ અંગે રવિવારે નિર્ણય લેવાનો હતો. આ માટે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ નિર્ણય લેવાય તે પહેલા જ અચાનક કોંગ્રેસ(Congress)ના 82 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે મામલો ઠંડો પાડવા માટે અશોક ગેહલોત (Ashok Gehlot)ને ફોન કર્યો હતો પરંતુ ગેહલોતે હાથ ઉંચા કર્યા હતા.

ધારાસભ્યો મોડી રાતે ઘેર જતા રહ્યા
બીજી તરફ, સોનિયા ગાંધી (Sonia Gandhi) એ અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેને નારાજ ધારાસભ્યો સાથે રૂબરૂ વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો હતો. બંનેએ સ્પીકરના નિવાસસ્થાને મોડી રાત સુધી ધારાસભ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ મામલો થાળે પડ્યો ન હતો અને તમામ ધારાસભ્યો તેમના ઘરે જતા રહ્યા હતા.

ધારાસભ્યોએ મુકી 3 શરત 
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘરે જતા પહેલા ધારાસભ્યોએ હાઈકમાન્ડ સમક્ષ ત્રણ શરતો મૂકી છે. સૂત્રોએ જણાવ્યું કે નારાજ ધારાસભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી આ મુદ્દે સર્વસંમતિ નહીં બને ત્યાં સુધી કોઈ ધારાસભ્ય બેઠકમાં ભાગ લેશે નહીં. અશોક ગેહલોત પ્રમુખ પદની ચૂંટણી બાદ સીએમ પદ પરથી રાજીનામું આપશે એટલે કે 18 ઓક્ટોબર પછી સીએમના ઉમેદવારની જાહેરાત કરવામાં આવે. જે પણ મુખ્યમંત્રી બને તે 102 ધારાસભ્યોમાં હોવો જોઈએ અને જેમણે 2020માં સચિન પાયલટના બળવા દરમિયાન સરકારને પડતી બચાવવાનું કામ કર્યું હતું. સીએમ પદ માટે અશોક ગેહલોતનો વિકલ્પ પણ આપવો જોઈએ.

અંતિમ નિર્ણય લેતી વખતે શરતોને ધ્યાનમાં રાખો
રાજસ્થાનના મંત્રી મહેશ જોશીએ કહ્યું કે દરેક ધારાસભ્યને વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીમાં વિશ્વાસ છે. અમે અમારી વાત કરી છે અને આશા છે કે હાઇકમાન્ડ અંતિમ નિર્ણય લેતી વખતે અમારી માંગણીઓ પર વિચાર કરશે. અમે ઈચ્છીએ છીએ કે પાર્ટી એવા લોકોનું ધ્યાન રાખે જેઓ કોંગ્રેસને વફાદાર રહ્યા છે.
નારાજ ધારાસભ્યોએ સીપી જોશીને સીએમ બનાવવાની માંગ કરી
રાજીનામું આપનારા 82 ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રીની પસંદગીમાં તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી. પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું છે કે 10-15 ધારાસભ્યો (પાયલોટ સમર્થકો)ને સાંભળવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય ધારાસભ્યોની (ગેહલોત સમર્થકો) અવગણના કરવામાં આવી રહી છે. નારાજ ધારાસભ્યોએ સ્પીકર સીપી જોશીને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. જ્યારે ગેહલોત છાવણીના ધારાસભ્યોને ફરીથી વાતચીત માટે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે હવે બેઠક નહીં થાય.  બધાએ ધારાસભ્ય શાંતિ ધારીવાલના નિવાસસ્થાને રાજીનામું આપ્યું છે, જે બાદમાં સ્પીકરને સોંપવામાં આવ્યું હતું.
ધારાસભ્ય બાબુલાલ નાગરે કહ્યું કે અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ બનવા દો, ત્યારબાદ હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે સ્વીકાર્ય રહેશે.

ધારાસભ્યો ગેહલોતને પોતાનો નેતા માનતા હતા
કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે ધારાસભ્યોએ અશોક ગેહલોતને પોતાના નેતા માન્યા છે. અપક્ષ વિધાનસભ્ય સંયમ લોઢાએ કહ્યું કે જો ધારાસભ્યોની ઇચ્છાના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે તો સરકાર યોગ્ય રીતે ચાલશે. જો આમ નહીં થાય તો સરકાર પડી જવાનો ભય છે.


કોંગ્રેસ સામે બળવો કરવા બદલ પાયલટને ઘેરવામાં આવ્યા
લોકદળ ક્વોટાના રાજ્ય મંત્રી ડૉ. સુભાષ ગર્ગે પાયલોટનું નામ લીધા વિના હુમલો કર્યો. ગર્ગે કહ્યું કે રાજ્યની કમાન તે લોકોને સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે જેમણે બે વર્ષ પહેલા સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેનાથી પાર્ટી અને સરકાર બંને નબળા પડી શકે છે.
ગર્ગે આગળ કહ્યું, સરકારને બચાવનારા 102 ધારાસભ્યોનું શું? કોંગ્રેસે એવા લોકોની ભાવનાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ જેઓ બે મહિનાથી ઘર છોડીને હોટલોમાં રહ્યા છે. અમે સરકાર બનાવવામાં મદદ કરી. સાથી પક્ષોને પૂછવું જોઈએ કે ભવિષ્યમાં સરકાર કેવી રીતે ટકી રહેશે.
હાઈકમાન્ડ ન ઝૂકે તો?
ગેહલોત છાવણીના વલણને પણ હાઈકમાન્ડને સીધા પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પાયલટના નામ પર સહમતિ દર્શાવી હતી. પરંતુ હવે આ રીતે પાયલોટનો વિરોધ કરીને હાઈકમાન્ડના નિર્ણયનો એક પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે, જો ગેહલોત કેમ્પ પોતાનો નિર્ણય નહીં બદલે તો હાઈકમાન્ડને પણ કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે, જે ગેહલોત માટે બેકફાયર થઈ શકે છે. ગેહલોતે પ્રમુખ બનતા પહેલા જ ગાંધી પરિવારના વર્ચસ્વને પડકાર ફેંક્યો છે. તે તેમની વિરુદ્ધ જઈ શકે છે.

પાઇલોટ્નો ડર
ગેહલોત ભલે તેમની સરકારને ગબડાવવા માંગતા ન હોય અને તેમના ધારાસભ્યોએ દબાણની રાજનીતિ હેઠળ રાજીનામું આપી દીધું છે, પરંતુ આ દાવ ઉલટો પણ પડી શકે છે. પાયલોટનો જે રીતે ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, તેનાથી શક્ય છે કે સચિનની 'ધીરજ' પણ તૂટી જાય. જો હાઈકમાન્ડ પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ જાય તો પાઈલટની છાવણી પણ મોરચો ખોલી શકે છે. પાયલટ પાસે લગભગ 25 ધારાસભ્યો છે, જેઓ તેમના એક ઈશારે પાર્ટી છોડી શકે છે. જો આમ થશે તો પણ સરકાર માટે ટકી રહેવું મુશ્કેલ બનશે.
Tags :
ChiefMinisterCongressGujaratFirstRajasthan
Next Article