વર્લ્ડકપ 2019માં ભારત કેમ હાર્યું હતું ? યુવરાજ સિંહે પહેલી વખત કર્યો ઘટસ્ફોટ
ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહે હાલમાં એક મોટો
ખુલાસો કર્યો છે. ક્રિકેટરે વર્લ્ડકપ 2019માં થયેલી હારને લઈને મોટું નિવેદન
આપ્યું છે. ઈંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડકપ 2019 માટે સારી યોજના બનાવવામાં આવી ન હતી. ચાર નબંર પર
વિજય શંકર અને રિષભ પંતની વચ્ચે થયેલી અદલા બદલીનો હવાલો આપતા યુવરાજસિંહ કહ્યું
કે જો ભારતીય ટીમ પાસે ચાર નંબર માટે કોઈ અનુભવિ ખેલાડી હોત તો ભારતે ટુર્નામેન્ટમાં
સારું પ્રદર્શન કર્યું હોત. વર્લ્ડકપ
2019માં ભારતની બેટિંગ લાઈનઅપમાં ખાસ કરીને ચાર નંબર પર કોને રમાડવા તેને લઈને
મુશ્કેલી હતી. અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુંને 15 સભ્યની ટીમમાંથી બહાર કરવામાં
આવ્યો હતો. તેમના સ્થાને વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમણે
સારું પ્રદર્શન ન કર્યું.
આ ટુર્નામેન્ટમાં કે.એલ.રાહુલ પહેલા ચોથા નંબરનો
બેટ્સમેન હતો પરંતુ ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ શિખર ધવન ઈજાગ્રસ્ત થતા તેને ઓપનિંગ
કરવી પડી હતી અને ભારતના તમામ પ્લાન ચોપટ થઈ ગયા હતા. રાહુલને ઓપનિંગમાં મોકલવાના
પગલે ચાર નંબર માટે વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે ઈજાગ્રસ્ત
થતા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ રિષભ પંતને સ્થાન આપવામાં
આવ્યું હતું. ઋષભ પંતે ચોથા નંબર પર ઘણી મેચ રમી હતી, પરંતુ ચોથા નંબર પર તેની બેટિંગ ટુર્નામેન્ટના અંતે મુશ્કેલીમાં
મુકાઈ ગઈ હતી, જ્યારે ભારત સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ
સામે હારી ગયું હતું. યુવરાજે સંજય માંજરેકરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, જ્યારે અમે વર્લ્ડ કપ (2011) જીત્યા હતા. ત્યારે અમને બધાને બેટિંગ કરવા માટે જગ્યા આપવામાં આવી હતી. મને
2019ના વર્લ્ડ કપમાં અહેસાસ થયો કે તેઓએ તેનું આયોજન સારી રીતે કર્યું ન હતું.


