વિધાર્થી નેતા યુવરાજસિંહે ભરતી પ્રક્રિયાને કેમ ગણાવ્યું નાટક?
આણંદની ચારૂતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી અને ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ હાથ ધરાઈ, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળ્યા હોવાનું કારણ આગળ ધરી 1 વર્ષથી નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી.
Advertisement
- વિધાર્થી નેતા યુવરાજસિંહનો વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો આરોપ
- આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત કોલેજમાં ગેરરીતિનો આક્ષેપ
- એસ.એમ.પટેલ કોલેજની લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા પૂર્ણ
- માનીતા ઉમેદવારો ન મળતા 1 વર્ષથી નથી અપાયા નિમણૂક પત્ર
- કોલેજ મારફતે એક દિવસ બાદ ફાઈનલ મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ
- મેરીટમાં આવેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ કરાઈ
- હવે ભરતી માટે પૂર્વ મંજૂરી ન મળી હોવાથી પરીક્ષા રદ કરવાનું નાટક
Yuvraj Singh Jadeja : આણંદની ચારૂતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી અને ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ હાથ ધરાઈ, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળ્યા હોવાનું કારણ આગળ ધરી 1 વર્ષથી નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી. આશ્ચર્યજનક રીતે, હવે પૂર્વ મંજૂરીના અભાવનું બહાનું આગળ ધરી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને યુવરાજસિંહે નાટક ગણાવી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા છે.
Advertisement