ઘરની બહાર શા માટે લગાવવામાં આવે છે લીબું મરચાં ?જાણો તેનું વૈજ્ઞાનિક કારણ..
આપણે ત્યાં લોકો રીત-રિવાજોમાં વધારે માનતા હોય છે. આજે 21મી સદી ચાલી રહી છે તેમ છતાં પણ આજે મોટાભાગના લોકો હજુ અંધશ્રદ્ધામાં માનતા હોય છે. ઘણીવાર અમુક વસ્તુ પાછળના વૈજ્ઞાનિક કારણો પણ હોય છે તેના વિશે તેઓ જાણતા હોતા નથી.તમે મોટાભાગની દુકાનો અને ઘરોમાં દરવાજા પર લીંબુ મરચાં ટાંગેલા જોયા હશે. આ લગાવવા પાછળનું એ કારણ છે કે કોઈની ખરાબ નજર ન લાગે. ઘણા લોકો તેને અંધશ્રદ્ધા માની લેતા હોય છે,
Advertisement
આપણે ત્યાં લોકો રીત-રિવાજોમાં વધારે માનતા હોય છે. આજે 21મી સદી ચાલી રહી છે તેમ છતાં પણ આજે મોટાભાગના લોકો હજુ અંધશ્રદ્ધામાં માનતા હોય છે. ઘણીવાર અમુક વસ્તુ પાછળના વૈજ્ઞાનિક કારણો પણ હોય છે તેના વિશે તેઓ જાણતા હોતા નથી.તમે મોટાભાગની દુકાનો અને ઘરોમાં દરવાજા પર લીંબુ મરચાં ટાંગેલા જોયા હશે. આ લગાવવા પાછળનું એ કારણ છે કે કોઈની ખરાબ નજર ન લાગે. ઘણા લોકો તેને અંધશ્રદ્ધા માની લેતા હોય છે, તે અંધશ્રદ્ધા નથી પરંતુ તેમની પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે.
જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ :
દરવાજા પર લીંબુ મરી લટકાવવા પાછળ પણ વિજ્ઞાન છે.જ્યારે આપણે મરચાં, લીંબુ જેવી વસ્તુઓ જોઈએ છીએ, ત્યારે આપણને તેનો સ્વાદ મનમાં અનુભવવા લાગે છે, જેના કારણે આપણે તેને લાંબા સમય સુધી જોઈ શકતા નથી અને તરત જ આપણું ધ્યાન ત્યાંથી હટાવી શકીએ છીએ.
સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે:
આ સિવાય સ્વાસ્થ્યની દૃષ્ટિએ લીંબુ અને મરચું બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને જો તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો લીંબુ ખૂબ ખાટા અને મરચાં ખૂબ જ તીખા હોય છે અને જ્યારે તે દરવાજા પર ટાંગેલા હોય ત્યારે તેમના તીવ્ર ગંધ મચ્છરો, માખી જેવા જંતુઓ અને જીવાંતને પ્રવેશવા દેતા નથી અને તે પર્યાવરણને પણ શુદ્ધ કરે છે અને તે આપણા સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે.
આ પણ વાંચો:જાણો કયા ગ્રહો આ જૂન માસમાં રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે


